સુરહ અન્-નિસા 95,96

PART:-296
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-95,96
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
   અલ્લાહના માર્ગમાં મુજાહિદ અને જિહાદ ન કરવાવાળા વચ્ચે ફરક
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يَسۡتَوِى الۡقَاعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ غَيۡرُ اُولِى الضَّرَرِ وَالۡمُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ‌ ؕ فَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ عَلَى الۡقٰعِدِيۡنَ دَرَجَةً‌  ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الۡحُسۡنٰى‌ؕ وَفَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ عَلَى الۡقٰعِدِيۡنَ اَجۡرًا عَظِيۡمًا ۙ‏(95)

95).જે મુસલમાનો વગર કારણે બેસી રહ્યા અને જેઓ અલ્લાહના માર્ગમાં પોતાના તન અને ધનની સાથે જિહાદ કરતા હોય બંને સમાન નથી, અલ્લાહે તેમને
જેઓ પોતાના માલો અને જાનો સાથે જિહાદ કરે છે,દરજ્જાઓમાં શ્રેષ્ઠતા આપી છે તેમના પર જેઓ બેસેલા રહ્યા છે, અને આમ તો દરેકને શુભવચન આપ્યું છે.પરંતુ અલ્લાહે જેઓ જિહાદ કરવાવાળા છે તેમને બેસી
રહેનારાઓ ઉપર મોટા બદલાથી શ્રેષ્ઠતા આપી છે.

તફસીર (સમજુતી):-

એટલે કે તન, મન અને ધનથી જિહાદ કરનારાઓને જે ઈજ્જત પ્રાપ્ત થશે, જિહાદમાં ભાગ ન લેનાર તેનાથી વંચિત રહેશે. પછી પણ અલ્લાહ તઆલાએ બંનેને ભલાઈનો વાયદો કરેલ છે.આનાથી આલિમોએ એવો મતલબ કાઢ્યો છે કે સામાન્ય સ્થિતિમાં જિહાદ ફર્ઝ નથી, જરૂરતના મુતાબિક ફર્ઝ છે એટલે કે જો જરૂરિયાત મુજબ લોકો જિહાદમાં ભાગ લઈ લે તો તે વિસ્તારના બીજા લોકોની તરફથી આ ફર્ઝની અદાયગી સમજી લેવાશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

دَرَجٰتٍ مِّنۡهُ وَمَغۡفِرَةً وَّرَحۡمَةً‌ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا(96)

96). પોતાના તરફથી દરજ્જાઓની પણ, માફીની પણ
અને દયાની પણ અને અલ્લાહ માફ કરનાર મહેરબાન છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92