સુરહ અન્-નિસા 93,94

PART:-295
         
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-93,94
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘                         
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
  
   ઈરાદાપૂર્વક મુસલમાનના કતલની સજા જહન્નમ

    એહતિયાત(જાચ પડતાલ)નો હુકમ
    
 ☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَمَنۡ يَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَـنَّمُ خَالِدًا فِيۡهَا وَغَضِبَ اللّٰهُ عَلَيۡهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيۡمًا(93)

93).અને જો કોઈ ઈરાદાપૂર્વક કોઈ મુસલમાનને કતલ કરી નાખે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ (તઆલા)નો પ્રકોપ છે, તેના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે, અને તેના માટે ઘણી મોટી સજા તૈયાર કરી રાખી છે.

તફસીર (સમજુતી):-

આ જાણી જોઈને કરેલ કતલની સજા છે. કતલ ત્રણ પ્રકારનું હોય છે. (1) અજાણતા કતલ (2)જાણી જોઈને કતલની જેમ (જે હદીસથી સાબિત છે). (3)જાણી જોઈને કતલ, જેનો અર્થ છે કોઈનું કતલના ઈરાદથી કતલ કરવામાં આવ્યું હોય અને તેના માટે તે સાધનોનો ઉપયોગ કરવો જેનાથી સામાન્ય રીતે કતલ કરવામાં આવે છે,જેમ કે તલવાર, ભાલો વગેરે. આ આયતમાં મુસલમાનના કતલ પર ગંભીર ચેતવણી આપેલ છે. જેમ કે તેની
સજા જહન્નમ છે. જેમાં હંમેશા રહેવું પડશે, તેના સિવાય અલ્લાહ તઆલાનો ગજબ (ગુસ્સો) અને તેની લા’નત‌ અને ઘણો મોટો અઝાબ પણ હશે, આટલી સખત સજા એક જ સમયમાં કોઈ બીજા ગુનાહ માટે બયાન કરી નથી. જેનાથી સ્પષ્ટ થાય છે કે એક મુસલમાનનું કતલ અલ્લાહને ત્યાં કેટલો સખત ગુનોહ છે. હદીસમાં પણ તેની સખત આલોચના અને સખત ચેતવણીનું બયાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا ضَرَبۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ فَتَبَـيَّـنُوۡا وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ اَ لۡقٰٓى اِلَيۡكُمُ السَّلٰمَ لَسۡتَ مُؤۡمِنًا‌ ۚ تَبۡـتَـغُوۡنَ عَرَضَ الۡحَيٰوةِ الدُّنۡيَا فَعِنۡدَ اللّٰهِ مَغَانِمُ كَثِيۡرَةٌ‌ ؕ كَذٰلِكَ كُنۡتُمۡ مِّنۡ قَبۡلُ فَمَنَّ اللّٰهُ عَلَيۡكُمۡ فَتَبَـيَّـنُوۡا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا(94)

94).અય ઈમાનવાળાઓ! જ્યારે તમે અલ્લાહના માર્ગમાં જઈ
રહ્યા છો તો જાંચ પડતાલ કરી લો અને જો તમને સલામ અલૈેક
કહે તો તમે તેને એમ ન કહો કે તું ઈમાનવાળો નથી. તમે દુનિયાની જિંદગીના સાધનો (અસબાબ)ની શોધમાં છો તો અલ્લાહ (તઆલા)ની પાસે ઘણા સુખના સાધનો છે. પહેલા તમે પણ એવા જ હતા, પછી અલ્લાહ(તઆલા) એ તમારા ઉપર અહેસાન કર્યું, એટલા માટે તમે જરૂર છાનબીન કરી લો, બેશક અલ્લાહ (તઆલા) તમારા કાર્યોને સારી રીતે જાણે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92