સુરહ અન્-નિસા 90,91

PART:-293
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-90,91
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

    મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ
    
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا الَّذِيۡنَ يَصِلُوۡنَ اِلٰى قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ اَوۡ جَآءُوۡكُمۡ حَصِرَتۡ صُدُوۡرُهُمۡ اَنۡ يُّقَاتِلُوۡكُمۡ اَوۡ يُقَاتِلُوۡا قَوۡمَهُمۡ‌ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقٰتَلُوۡكُمۡ‌‌ ۚ فَاِنِ اعۡتَزَلُوۡكُمۡ فَلَمۡ يُقَاتِلُوۡكُمۡ وَاَلۡقَوۡا اِلَيۡكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَـكُمۡ عَلَيۡهِمۡ سَبِيۡلًا(90)

90).પરંતુ તે કોમ સાથે સંબંધ રાખો જે કોમ અને તમારા વચ્ચે
સમાધાન થઈ ચૂક્યું છે અથવા જો તમારી પાસે આવે તો તેમના
દિલ તંગ થઈ રહ્યા હોય કે તમારાથી લડે, અથવા પોતાની
કોમથી લડે, અને જો અલ્લાહ ચાહત તો તેમને તમારી ઉપર
તાકાત આપી દેતો અને તેઓ જરૂર તમારાથી લડતા, તો જો તેઓ તમારાથી અલગ રહે અને લડાઈ ન કરે અને તમારી તરફ સલામતીનો સંદેશ રજૂ કરે તો (પછી) અલ્લાહે તમારા માટે તેમની પર કોઈ માર્ગ યુધ્ધનો નથી બનાવ્યો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

سَتَجِدُوۡنَ اٰخَرِيۡنَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّاۡمَنُوۡكُمۡ وَيَاۡمَنُوۡا قَوۡمَهُمۡ ؕ كُلَّمَا رُدُّوۡۤا اِلَى الۡفِتۡنَةِ اُرۡكِسُوۡا فِيۡهَا‌‌ ۚ فَاِنۡ لَّمۡ يَعۡتَزِلُوۡكُمۡ وَيُلۡقُوۡۤا اِلَيۡكُمُ السَّلَمَ وَيَكُفُّوۡۤا اَيۡدِيَهُمۡ فَخُذُوۡهُمۡ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوۡهُمۡ‌ ؕ وَاُولٰٓئِكُمۡ جَعَلۡنَا لَـكُمۡ عَلَيۡهِمۡ سُلۡطٰنًا مُّبِيۡنًا(91)

91).તમે બીજા કેટલાકને જુઓ જેઓ તમારાથી અને પોતાની
કોમથી સલામત રહેવા ઈચ્છે છે, અને જ્યારે પણ તેઓ ફિત્ના' તરફ ફેરવી દેવામાં આવે છે તો તેમાં ઊંધા મોઢે પડી જાય છે, જો તેઓ તમારાથી અલગ ન રહે અને તમારાથી સમાધાન ન કરે અને પોતાના હાથ ન રોકે તો તેઓને પકડો અને જ્યાં પણ જુઓ ક્તલ કરો, આ તે છે જેમની ઉપર અમે
તમને સ્પષ્ટ દલીલ આપી છે.

તફસીર(સમજુતી):-

ફિતનાથી મુરાદ શિર્ક પણ હોઈ શકે છે. તે જ શિર્કમાં પલટાવી દેવામાં આવતા, અથવા ફિતનાથી
મુરાદ લડાઈ છે કે જયારે તેઓને મુસલમાનો સાથે લડવા માટે બોલાવવામાં આવતા અથવા પાછા મોકલવામાં આવતા તો તેઓ તેના માટે તૈયાર થઈ જતા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92