સુરહ અન્-નિસા 88,89

PART:-292
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-88,89
                   
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

    મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ
   
 ☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمَا لَـكُمۡ فِىۡ الۡمُنٰفِقِيۡنَ فِئَـتَيۡنِ وَاللّٰهُ اَرۡكَسَهُمۡ بِمَا كَسَبُوۡا‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَهۡدُوۡا مَنۡ اَضَلَّ اللّٰهُ‌ ؕ وَمَنۡ يُّضۡلِلِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ سَبِيۡلًا(88)

88). તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના વિષે બે જૂથ
થઈ રહ્યા છો ? તેઓને તો તેમના કર્મોને કારણે અલ્લાહ (તઆલા) એ ઊંધા કરી દીધા છે. હવે શું તમે
એવું ઈચ્છો છો કે તેને માર્ગ બતાવો, જેને અલ્લાહે ગુમરાહ કરી દીધો છે, તો જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેના માટે તમે કદી પણ કોઈ માર્ગ પામશો નહીં.

તફસીર (સમજુતી):-

આ પ્રશ્ન ઈન્કારના માટે છે એટલે કે તમારી વચ્ચે આ મુનાફિકોના વિષે મતભેદ ન થવો જોઈતો હતો.
આ મુનાફિકોથી આશય તે લોકો છે જે ઓહદના યુદ્ધ વખતે મદીના શહેરની બહાર કેટલાક દૂર ગયા પછી પાછા આવી ગયા હતા કે અમારી વાત માનવામાં ન આવી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَدُّوۡا لَوۡ تَكۡفُرُوۡنَ كَمَا كَفَرُوۡا فَتَكُوۡنُوۡنَ سَوَآءً‌ فَلَا تَتَّخِذُوۡا مِنۡهُمۡ اَوۡلِيَآءَ حَتّٰى يُهَاجِرُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌ ؕ فَاِنۡ تَوَلَّوۡا فَخُذُوۡهُمۡ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ وَجَدتُّمُوۡهُمۡ‌ ۖ وَلَا تَتَّخِذُوۡا مِنۡهُمۡ وَلِيًّا وَّلَا نَصِيۡرًا(89)

89).તેઓ તમન્ના કરે છે કે જેવા કાફિર તેઓ છે તમે પણ તેમની જેમ ઈમાનનો ઈન્કાર કરવા લાગો અને તમે બધા સમાન થઈ જાઓ, એટલા માટે તેમનામાંથી કોઈને
સાચો દોસ્ત ન બનાવો, જ્યાં સુધી તેઓ અલ્લાહના માર્ગમાં હિજરત ન કરે, પછી જો (આનાથી) મોઢું ફેરવી લે તો તેમને પકડો, અને જ્યાં જુઓ ત્યાં કતલ કરો.
હોંશિયાર! તેમનામાંથી કોઈને દોસ્ત અને મદદગાર ન સમજી બેસો.

તફસીર (સમજુતી):-

હિજરત એ વાતનું સબૂત છે કે હવે તે ખાલિસ મુસલમાન બની ગયા છે. આ હાલતમાં દોસ્તી અને મોહબ્બત જાઈઝ થશે.
એટલે કે જ્યારે તમને તેમની પર કાબુ અને હક પ્રાપ્ત થઈ જાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92