સુરહ અન્-નિસા 82,83


PART:-289
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-82,83
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
     કુરઆન અલ્લાહનુ કલામ છે તેની રોશન દલીલ
   તહકીક અને પુષ્ટિ કરવાનો હુકમ
    
        
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

اَفَلَا يَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ‌ؕ وَلَوۡ كَانَ مِنۡ عِنۡدِ غَيۡرِ اللّٰهِ لَوَجَدُوۡا فِيۡهِ اخۡتِلَافًا كَثِيۡرًا(82)

82).શું આ લોકો કુરઆન પર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજાના તરફથી હોત તો બેશક આમાં ઘણા બધા મતભેદો જોવા મળતા.

તફસીર (સમજુતી):-

કુરઆન કરીમથી હિદાયત પ્રાપ્ત કરવા માટે તેમાં ચિંતન-મનન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેની સચ્ચાઈ પારખવા માટે એક ઉસુલ પણ બતાવવામાં આવી રહ્યો છે કે જો આ કોઈ વ્યક્તિના વડે લખાયું હોત (જેવો કે કાફિરોનો ખ્યાલ છે) તો તેના વિષય અને બયાન કરેલ ઘટનાઓમાં ટકરાવ અને મતભેદો હોતા. કેમકે આ એક નાની કિતાબ નથી. એક મોટી અને વિસ્તૃત કિતાબ છે જેનો દરેક ભાગ ચમત્કાર અને અદબમાં બેમિસાલ છે. જયારે કે વ્યક્તિ વડે બનાવેલ કિતાબમાં ભાષાનું સ્તર અને તેની કોમળતા અને સરળતા સ્થિર
નથી રહેતી.
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَاِذَا جَآءَهُمۡ اَمۡرٌ مِّنَ الۡاَمۡنِ اَوِ الۡخَـوۡفِ اَذَاعُوۡا بِهٖ‌ ۚ وَلَوۡ رَدُّوۡهُ اِلَى الرَّسُوۡلِ وَاِلٰٓى اُولِى الۡاَمۡرِ مِنۡهُمۡ لَعَلِمَهُ الَّذِيۡنَ يَسۡتَنۡۢبِطُوۡنَهٗ مِنۡهُمۡ‌ؕ وَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهٗ لَاتَّبَعۡتُمُ الشَّيۡطٰنَ اِلَّا قَلِيۡلًا(83)

83).અને જ્યાં તેમને કોઈ સમાચાર શાંતિ અથવા ડરના મળ્યા કે તેઓએ તેનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું, અને જો આ લોકો તેને રસૂલ (ﷺ) અને પોતાનામાંથી એવી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડતા તો આની હકીકત તે લોકો જાણી લેતા જે પરિણામ જાણી લેવાની
અકલ રાખે છે અને જો અલ્લાહ (તઆલા)ની મહેરબાની અને તેની રહેમત તમારા પર ન હોત તો
કેટલાક વ્યક્તિઓ સિવાય તમે બધા શયતાનના પેરોકાર બની જતા.

તફસીર (સમજુતી):-

આ કમજોર અને જલ્દબાજી કરવાવાળા મુસલમાનો વિષે છે તેમને સમજાવવામાં આવે છે કે સારી ખબર કે ખરાબ ખબર હોય તેને ફેલાવતા પહેલા તેની પુષ્ટિ કરવા માટે રસુલ(ﷺ ) પાસે પહોચાડો અથવા કોઈ એહલે ઈલ્મવાળા જવાબદાર વ્યક્તિ પાસે તપાસ કરાવો

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92