સુરહ અન્-નિસા 80,81

PART:-288
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-80,81
                   
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

     રસૂલુલ્લાહ( ﷺ) ની ઈતાઅત અને ફરમાબરદારી
   
          મુનાફિક લોકોનો હાલ
       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

مَنۡ يُّطِعِ الرَّسُوۡلَ فَقَدۡ اَطَاعَ اللّٰهَ ‌ۚ وَمَنۡ تَوَلّٰى فَمَاۤ اَرۡسَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا(80)

80).આ રસૂલ (ﷺ)નું જેણે આજ્ઞાપાલન કર્યું તેણે
અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કર્યું અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની પર કોઈ રક્ષક (નિગરા) બનાવીને નથી મોકલ્યા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَيَقُوۡلُوۡنَ طَاعَةٌ فَاِذَا بَرَزُوۡا مِنۡ عِنۡدِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنۡهُمۡ غَيۡرَ الَّذِىۡ تَقُوۡلُ‌ ؕ وَاللّٰهُ يَكۡتُبُ مَا يُبَيِّتُوۡنَ‌ ۚ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا(81)

81).અને તેઓ કહે તો છે કે આજ્ઞાપાલન છે, પછી જયારે તમારા પાસેથી ઉઠીને બહાર નીકળે છે તો તેમનામાંનુ એક જૂથ જે વાત તમે અથવા તેઓએ કરી છે તેની વિરુદ્ધ રાત્રિઓમાં વિચાર વિમર્શ કરે છે તેમની રાત્રિઓની ગુસપુસ અલ્લાહ લખી રહ્યો છે, તમે તેમનાથી મોઢું ફેરવી લો, અને અલ્લાહ (તઆલા) પર ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.

તફસીર (સમજુતી):-

આ મુનાફિકો આપની પાસે જે વાતો જાહેર કરે છે રાત્રિઓમાં તેની વિરુધ્ધ વાતો કરે છે અને સાઝિશ કરે છે. આપ (ﷺ) તેમનાથી બચો અને અલ્લાહ પર ભરોસો કરો, તેમની સાઝિશ આપને નુકસાન પહોંચાડી શકતી નથી, કેમકે આપનો નિગેહબાન અને કામોને બનાવવાવાળો અલ્લાહ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92