સુરહ અન્-નિસા 77


PART:-286
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-77
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
     અલ્લાહની રાહમાં જિહાદનો ડર (ભય)
        
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ قِيۡلَ لَهُمۡ كُفُّوۡۤا اَيۡدِيَكُمۡ وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰ تُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ الۡقِتَالُ اِذَا فَرِيۡقٌ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ النَّاسَ كَخَشۡيَةِ اللّٰهِ اَوۡ اَشَدَّ خَشۡيَةً‌ ۚ وَقَالُوۡا رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا الۡقِتَالَ ۚ لَوۡلَاۤ اَخَّرۡتَنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيۡبٍ‌ ؕ قُلۡ مَتَاعُ الدُّنۡيَا قَلِيۡلٌ‌ ۚ وَالۡاٰخِرَةُ خَيۡرٌ لِّمَنِ اتَّقٰى وَلَا تُظۡلَمُوۡنَ فَتِيۡلًا(77)

77).શું તમે તેમને નથી જોયા જેમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝો પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેમને
જિહાદનો હુકમ આપવામાં આવ્યો તો તે જ સમયે તેમનું એક જૂથ લોકોથી એવી રીતે ડરી ગયેલ હતું જેવો કે અલ્લાહ (તઆલા)નો ડર હોય, પરંતુ તેનાથી પણ વધારે અને કહેવા લાગ્યા, ‘અય અમારા રબ! તે અમારા પર જિહાદ કેમ અનિવાર્ય કર્યો ? કેમ અમને થોડી જિંદગી વધારે જીવવા ન આપી? તમે કહી દો કે દુનિયાનો ફાયદો તો ઘણો ઓછો છે અને પરહેઝગારો
માટે આખિરત બહેતર છે, અને તમારા ઉપર લેશમાત્ર જુલમ કરવામાં નહિ આવે.

તફસીર(સમજુતી):-

મક્કામાં મુસલમાનો તેમની સંખ્યા અને સાધનોની કમીના કારણે લડવાના લાયક ન હતા એટલા માટે તેમની મરજી વિરુધ્ધ તેમને યુધ્ધથી રોકવામાં આવ્યા અને બે વાતો પર ભાર મૂકવામાં આવ્યો, એક એ કે કાફિરોના જુલમને ધીરજ અને હિમ્મતથી બરદાસ્ત કરે અને માફી તથા હિંમતથી કામ લે. બીજી એ કે નમાઝ, ઝકાત અને બીજી ઈબાદત તથા તાલીમ પર અમલ કરે, જેથી અલ્લાહ તઆલાથી મજબૂત બુનિયાદ પર સંબંધ કાયમ થાય,પરંતુ હિજરત પછી મદીનામાં મુસલમાનોની તાકાત જમા થઈ ગઈ તો પછી તેમને લડવાની ઈજાજત આપવામાં આવી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92