સુરહ અન્-નિસા 75,76

PART:-285
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-75,76
                   
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

     અલ્લાહ ની રાહમાં જિહાદની જરૂરત અને અહમિયત
       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَمَا لَـكُمۡ لَا تُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالۡوِلۡدَانِ الَّذِيۡنَ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اَخۡرِجۡنَا مِنۡ هٰذِهِ الۡـقَرۡيَةِ الظَّالِمِ اَهۡلُهَا‌ ۚ وَاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ وَلِيًّا ۙۚ وَّاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ نَصِيۡرًا(75)

75).ભલા શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં અને તે કમજોર પુરૂષો, સ્ત્રીઓ અને નાના-નાના બાળકોના છુટકારા માટે જિહાદ ન કરો? જેઓ આ રીતે દુઆ કરી રહ્યા છે કે, “અય અમારા રબ! આ જાલિમોની વસ્તીમાંથી અમને બહાર કાઢ અને અમારા માટે પોતાની પાસેથી સમર્થક નક્કી કર અને અમારા માટે ખાસ રીતે
પોતાના તરફથી સહાયક બનાવ.

તફસીર (સમજુતી):-

જાલિમોની વસ્તીથી (આયતના ઉતરવાના આધાર પ૨) આશય મક્કા છે. હિજરત પછી ત્યાં બાકી રહી જનારા મુસલમાન ખાસ કરીને વૃધ્ધો, સ્ત્રીઓ અને બાળકો કાફિરોના જુલમથી તંગ આવીને અલ્લાહના દરબારમાં મદદની દુઆ કરતા હતા. અલ્લાહ તઆલાએ મુસલમાનોને ખબરદાર કર્યા કે તમે  (ઉપર જણાવેલ કમજોર માણસો)ને કાફિરોથી આઝાદ કરાવવા માટે જિહાદ કેમ નથી કરતા ?

☘☘☘☘☘☘☘☘☘☘☘ 

اَلَّذِيۡنَ اٰمَنُوۡا يُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌‌ ۚ وَالَّذِيۡنَ كَفَرُوۡا يُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ الطَّاغُوۡتِ فَقَاتِلُوۡۤا اَوۡلِيَآءَ الشَّيۡطٰنِ‌ۚ اِنَّ كَيۡدَ الشَّيۡطٰنِ كَانَ ضَعِيۡفًا(76)

76).જે લોકો ઈમાન લાવ્યા છે, તેઓ તો અલ્લાહ(તઆલા)ના માર્ગમાં જિહાદ કરે છે અને જે લોકોએ કુફ્ર કર્યું છે તેઓ તો તાગૂતના માર્ગમાં લડે છે બસ,' તમે
શયતાનના દોસ્તોથી યુદ્ધ કરો, યકીન કરો કે શયતાનની
ચાલબાજીઓ (બિલકુલ કમજોર અને) ઘણી કમજોર છે.

તફસીર (સમજુતી):-

મુસલમાન અને કાફિર બંનેને યુધ્ધની જરૂરત હોય છે. પરંતુ બંનેના મકસદમાં ઘણો ફરક છે. મુસલમાન અલ્લાહ માટે લડે છે ફક્ત દુનિયા અથવા રાજ્ય વધારવા માટે નહિં, જ્યારે કે કાફિરનો મકસદ આ દુનિયા અને
તેના ફાયદાઓ હોય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92