સુરહ અન્-નિસા 64,65

PART:-282
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-64,65

☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

         અલ્લાહના રસુલની ઈતાઅત ફરજીયાત છે

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَمَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا لِـيُـطَاعَ بِاِذۡنِ اللّٰهِ ‌ؕ وَلَوۡ اَنَّهُمۡ اِذْ ظَّلَمُوۡۤا اَنۡفُسَهُمۡ جَآءُوۡكَ فَاسۡتَغۡفَرُوا اللّٰهَ وَاسۡتَغۡفَرَ لَـهُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِيۡمًا‏(64)

64).અને અમે દરેક રસૂલને ફક્ત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો પર જુલમ કર્યો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ
(તઆલા)થી તૌબા કરતા અને ૨સૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ
(તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُوۡنَ حَتّٰى يُحَكِّمُوۡكَ فِيۡمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُوۡا فِىۡۤ اَنۡفُسِهِمۡ حَرَجًا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُوۡا تَسۡلِيۡمًا(65)

65).તો કસમ છે તમારા રબની! આ લોકો (ત્યાં સુધી)ઈમાનવાળા નથી હોઈ શકતા જ્યાં સુધી બધા પરસ્પરના મતભેદોમાં તમને ફેંસલો કરનાર ન સ્વીકારી લે, પછી જે ફેંસલો તમે કરી દો તેનાથી પોતાના દિલોમાં જરા પણ તંગી અને નાખુશી ન અનુભવે બલ્કે ફરમાબરદારની જેમ કબૂલ કરી લે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92