સુરહ અન્-નિસા 60,61


PART:-280
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-60,61
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
         મુનાફિકોને ચેતવણી
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘    

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يَزۡعُمُوۡنَ اَنَّهُمۡ اٰمَنُوۡا بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّتَحَاكَمُوۡۤا اِلَى الطَّاغُوۡتِ وَقَدۡ اُمِرُوۡۤا اَنۡ يَّكۡفُرُوۡا بِهٖ ؕ وَيُرِيۡدُ الشَّيۡـطٰنُ اَنۡ يُّضِلَّهُمۡ ضَلٰلًاۢ بَعِيۡدًا(60)

60).શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે,ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا قِيۡلَ لَهُمۡ تَعَالَوۡا اِلٰى مَاۤ اَنۡزَلَ اللّٰهُ وَاِلَى الرَّسُوۡلِ رَاَيۡتَ الۡمُنٰفِقِيۡنَ يَصُدُّوۡنَ عَنۡكَ صُدُوۡدًا‌(61)

61).અને તેમનાથી જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા) એ જે (પવિત્ર કિતાબ) ઉતાર્યું છે તેના તરફ અને રસૂલ તરફ આવો, તો તમે જોશો કે આ મુનાફિકો (દંભીઓ) તમારાથી મોઢું ફેરવી રોકાઈ જાય છે

તફસીર (સમજુતી):-

આ આયત એવા લોકો માટે ઉતરી જે પોતાનો ફેસલો કરાવવા માટે મોહંમદ (ﷺ)ની અદાલતમાં જવાને બદલે યહૂદિઓના સરદાર અથવા કુરેશના સરદાર પાસે લઈ જવા ચાહતા હતા, પરંતુ આ હુકમ બધા લોકો માટે છે અને તેમાં બધા લોકો સામેલ છે જે કુરઆન અને સુન્નતના વિરુધ્ધ પોતાના ફેંસલા માટે આ બંનેને છોડી બીજાની
તરફ જાય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92