સુરહ અન્-નિસા 58,59


PART:-279
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-58,59
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
  
 આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
(1).અમાનત અને ઈમાનદારીનો હુકમ
(2). અલ્લાહ અને રસુલ( ﷺ) ની ઈતાઅત હર હાલમાં જરૂરી છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘     

اِنَّ اللّٰهَ يَاۡمُرُكُمۡ اَنۡ تُؤَدُّوا الۡاَمٰنٰتِ اِلٰٓى اَهۡلِهَا ۙ وَاِذَا حَكَمۡتُمۡ بَيۡنَ النَّاسِ اَنۡ تَحۡكُمُوۡا بِالۡعَدۡلِ‌ ؕ اِنَّ اللّٰهَ نِعِمَّا يَعِظُكُمۡ بِهٖ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ سَمِيۡعًۢا بَصِيۡرًا‏(58)

58).અલ્લાહ (તઆલા) તમને હુકમ આપે છે કે અમાનત તેમના માલિકોને પહોંચાડી દો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક ફેંસલો કરો,બેશક તે સારી વાત છે જેની તાલીમ અલ્લાહ (તઆલા)તમને આપી રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા)
સાંભળવાવાળો અને જોવાવાળો છે.

તફસીર(સમજુતી):-

આમાં હાકિમોને ખાસ રીતે ન્યાય કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. એક હદીસમાં છે કે હાકિમ જયાં સુધી જુલમ ન કરે ત્યાં સુધી અલ્લાહ તઆલા તેની સાથે હોય છે જયારે તે જુલમ કરવાનું શરૂ કરી દે છે ત્યારે અલ્લાહ
તેને તેના ‘નફસ'ને સોંપી દે છે. (સુનન ઈબ્નેમાજા, કિતાબુલ અહકામ)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَطِيۡـعُوا اللّٰهَ وَاَطِيۡـعُوا الرَّسُوۡلَ وَاُولِى الۡاَمۡرِ مِنۡكُمۡ‌ۚ فَاِنۡ تَنَازَعۡتُمۡ فِىۡ شَىۡءٍ فَرُدُّوۡهُ اِلَى اللّٰهِ وَالرَّسُوۡلِ اِنۡ كُنۡـتُمۡ تُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَـوۡمِ الۡاٰخِرِ‌ ؕ ذٰ لِكَ خَيۡرٌ وَّاَحۡسَنُ تَاۡوِيۡلًا(59)

59).અય ઈમાનવાળાઓ! અલ્લાહના હુકમનું પાલન કરો અને રસૂલ (ﷺ)ના, અને પોતાનામાંથી હાકિમોનો હુકમ માનો, પછી, જો કોઈ વાતમાં મતભેદ કરો તો તેને
પલટાવો અલ્લાહ (તઆલા) અને રસૂલ (ﷺ) ની તરફ, જો તમને અલ્લાહ અને કયામતના દિવસ પર
ઈમાન છે, આ સૌથી સારૂ છે અને પરિણામની દૃષ્ટિએ-ઘણું સારું છે.

તફસીર(સમજુતી):-

અલ્લાહ તરફ પલટવાનો મતલબ કુરઆન કરીમ છે તથા રસૂલ (ﷺ) તરફ પલટવાનો મતલબ રસૂલ (ﷺ)ની હદીસ છે. આ પરસ્પરના મતભેદો દૂર કરવા માટેનો સૌથી સારો કાનૂન બતાડવામાં આવ્યો છે. આ કાનૂનથી સ્પષ્ટ થાય છે કે ત્રીજી વ્યક્તિનો હુકમ માનવો જરૂરી નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92