સુરહ અન્-નિસા 24

PART:-263
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-24

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّالۡمُحۡصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ۚ كِتٰبَ اللّٰهِ عَلَيۡكُمۡ‌ۚ وَاُحِلَّ لَـكُمۡ مَّا وَرَآءَ ذٰ لِكُمۡ اَنۡ تَبۡتَـغُوۡا بِاَمۡوَالِكُمۡ مُّحۡصِنِيۡنَ غَيۡرَ مُسَافِحِيۡنَ‌ ؕ فَمَا اسۡتَمۡتَعۡتُمۡ بِهٖ مِنۡهُنَّ فَاٰ تُوۡهُنَّ اُجُوۡرَهُنَّ فَرِيۡضَةً‌ ؕ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيۡمَا تَرٰضَيۡـتُمۡ بِهٖ مِنۡۢ بَعۡدِ الۡـفَرِيۡضَةِ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا حَكِيۡمًا(24)

24).અને (તમારા માટે) વિવાહિત સ્ત્રીઓ (હરામ કરવામાં આવી છે, પરંતુ જે (દાસી) તમારા કબ્જામાં હોય, આ હુકમો તમારા પર અલ્લાહે અનિવાર્ય કરી દીધાં છે, અને તેના સિવાય બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી તો પોતાના માલ (મહેર)થી તેમની સાથે નિકાહ કરો, બદકારી માટે નહિં પવિત્રતા માટે, એટલા માટે તમે જેમનાથી ફાયદો ઉઠાવો તેમને
તેમનું મહેર આપો, અને તમે નક્કી કરેલ મહેર પછી એકબીજાની રાજી-ખુશીથી જે ઈચ્છો નક્કી કરી લો તમારા પર કોઈ બૂરાઈ નથી, બેશક અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-


કુરઆન કરીમમાં (إحصان) નો ચાર અર્થમાં ઉપયોગ થયો છે. (1) નિકાહ (2) આઝાદી (3) પવિત્રતા અને (4)ઈસ્લામ. આના આધારે (محصنات)ના ચાર અર્થ છે. (1) વિવાહિત સ્ત્રીઓ (2) આઝાદ સ્ત્રીઓ (3) પાક દામન
સ્ત્રીઓ અને (4) મુસલમાન સ્ત્રીઓ. અહીં પ્રથમ અર્થ મુરાદ છે.

આ એ વાત પર જોર છે કે જે સ્ત્રીઓ સાથે તમે નિકાહ ધાર્મિક રૂપથી કરીને ફાયદો અને સુખ પ્રાપ્ત કરો, તેમને તેમની નક્કી કરેલ મહેર જરૂર આપી દો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92