સુરહ અન્-નિસા 23



             PART:-262
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-23

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

حُرِّمَتۡ عَلَيۡكُمۡ اُمَّهٰتُكُمۡ وَبَنٰتُكُمۡ وَاَخَوٰتُكُمۡ وَعَمّٰتُكُمۡ وَخٰلٰتُكُمۡ وَبَنٰتُ الۡاٰخِ وَبَنٰتُ الۡاُخۡتِ وَاُمَّهٰتُكُمُ الّٰتِىۡۤ اَرۡضَعۡنَكُمۡ وَاَخَوٰتُكُمۡ مِّنَ الرَّضَاعَةِ وَ اُمَّهٰتُ نِسَآئِكُمۡ وَرَبَآئِبُكُمُ الّٰتِىۡ فِىۡ حُجُوۡرِكُمۡ مِّنۡ نِّسَآئِكُمُ الّٰتِىۡ دَخَلۡتُمۡ بِهِنَّ فَاِنۡ لَّمۡ تَكُوۡنُوۡا دَخَلۡتُمۡ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ وَحَلَاۤئِلُ اَبۡنَآئِكُمُ الَّذِيۡنَ مِنۡ اَصۡلَابِكُمۡۙ وَاَنۡ تَجۡمَعُوۡا بَيۡنَ الۡاُخۡتَيۡنِ اِلَّا مَا قَدۡ سَلَفَ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا ۙ‏ (23)

23).તમારા પર હરામ કરવામાં આવી તમારી માતાઓ,
તમારી પુત્રીઓ, તમારી બહેનો, તમારી ફોઈઓ, તમારી માસીઓ, ભાઈની છોકરીઓ, બહેનની છોકરીઓ અને તમારી તે માતાઓ જેમણે તમને દૂધ પીવડાવ્યું હોય. અને તમારી દૂધમાં ભાગીદાર બહેનો, તમારી સાસુઓ અને
તમારી તે પાલન પોષણ કરવામાં આવેલી છોકરીઓ જે તમારા ખોળામાં છે, તમારી તે સ્ત્રીઓ જેનાથી તમે સહશયન કરી ચૂક્યા છો. હા, જો તમે તેમનાથી સહશયન ન કર્યું હોય તો તમારા પર કોઈ ગુનોહ નથી, અને તમારા
પોતાના સગા પુત્રોની પત્નીઓ અને તમારૂ બે સગી બહેનોથી એક સાથે નિકાહ કરવું. હા, જે થઈ ગયું તે થઈ ગયું, બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન અને રહમ કરવાવાળો છે.

તફસીર(સમજુતી):-

જે સ્ત્રીઓથી નિકાહ હરામ છે તેનું વિગતવાર વર્ણન આપવામાં આવી રહ્યું છે, જેમાં સાત પ્રકારની સ્ત્રીઓ વંશ (નસલ)થી છે, સાત પ્રકારની સ્ત્રીઓ દૂધકર્મ (રજાઅત)થી છે અને ચાર પ્રકારની સ્ત્રીઓ સાસરી તરફથી, આ સિવાય હદીસથી સાબિત છે
કે ભત્રીજી, ફોઈ, ભાણી અને માસીને એક સાથે નિકાહ કરીને રાખવા હરામ છે.

- વંશથી હરામ સાત સ્ત્રીઓમાં માતાઓ, પુત્રીઓ, બહેનો, ફોઈઓ, માસીઓ, ભત્રીજીઓ અને ભાણીઓ છે. દૂધકર્મથી
હરામ સાત રત્રીઓમાં દૂધ પીવડાવનાર માતા, તેની પુત્રીઓ, બહેનો, ફોઈઓ, માસીઓ, ભત્રીજીઓ અને ભાણીઓ છે.
સાસરીથી હરામ ચાર સ્ત્રીઓમાં સાસુ, સંભોગીત પત્નીની પ્રથમ પતિથી પુત્રીઓ, વહુઓ અને બે સગી બહેનોને એક સાથે
નિકાહ કરીને રાખવી, આના સિવાય પિતાની પત્ની જેની ચર્ચા આનાથી પહેલાની આયતમાં થઈ ચૂકી છે. હદીસ મુજબ સ્ત્રી
જયાં સુધી નિકાહમાં છે ત્યાં સુધી તેની ફોઈ, માસી, ભત્રીજી અને ભાણીથી નિકાહ હરામ છે. વંશથી હરામ સ્ત્રીઓની
યાદીમાં નાનીઓ, દાદીઓ અને પિતાની માતાઓ નીચે સુધી સામેલ છે. વ્યભિચારથી પેદા થયેલ પુત્રી છે કે નહિ તેમાં
મતભેદ છે. ત્રણેય ઈમામ તેને પુત્રી માને છે અને તેનાથી નિકાહ હરામ સમજે છે. ઈમામ શાફઈ કહે છે કે તે શરીઅત
અનુસાર પુત્રી નથી એટલા માટે તે જેવી રીતે (અલ્લાહ તમને સંતાનમાં છોડી ગયેલા માલમાં વહેંચણીનો હુકમ આપે છે.)ના અંતર્ગત નથી અને સર્વસંમતિથી વારસદાર નથી. તેજ રીતે આ આયતના અંતર્ગત
પણ નથી. (વલ્લાહુ આલમ ) બહેનો સગી હોય અથવા માતાથી અથવા પિતાથી, ફોઈઓમાં પિતાની અને બધા મૂળ પુરૂષો
(એટલે કે દાદા-નાના)ની ત્રણેય પ્રકારની બહેનો આવે છે. માસીઓમાં માતાની તથા બધી મૂળ સ્ત્રીઓ (એટલે કે દાદી-નાની)ની ત્રણેય પ્રકારની બહેનો આવે છે, ભત્રીજીઓમાં ત્રણેય પ્રકારના ભાઈઓની સંતાન સીધી હોય અથવા વાસ્તાથી એવી જ રીતે ભાણીઓમાં ત્રણેય પ્રકારની બહેનોની સંતાન એની પોતાની હોય અથવા સંતાનની સંતાન સામેલ છે.

દૂધકર્મથી હરામ સ્ત્રીઓમાં દૂધ પીવડાવનાર માતા, જેનું દૂધ, દૂધ પીવાની મુદતમાં પીધું હોય (એટલે કે બે વર્ષની અંદર) દૂધ બહેન જેણે તમારી સગી માતા અથવા દૂધ પીવડાવનાર માતાએ દૂધ પીવડાવ્યું હોય, તમારી સાથે પીવડાવ્યું હોય અથવા તમારાથી પહેલા અથવા તમારા પછી તમારા બીજા ભાઈ-બહેન સાથે પીવડાવ્યું હોય, અથવા જે સ્ત્રીની સગી માતાએ
અથવા દૂધ પીવડાવનાર માતાએ પીવડાવ્યું હોય, ભલેને ગમે તેટલી વખત પીવડાવ્યું હોય, દૂધથી તે સંબંધો પણ હરામ થઈ જશે જે વંશથી હરામ થાય છે. તેનું વિસ્તૃત વર્ણન એ છે કે દૂધ પીવડાવનાર માતાની પોતાની સંતાન, અને જેમને દૂધ પીવડાવ્યું છે, દૂધ પીનાર બાળકોના ભાઈ-બહેન, દૂધ પીવડાવનાર માતાનો પતિ તેનો પિતા, અને તે પુરૂષની બહેનો, તેની
ફોઈઓ, તે સ્ત્રીની બહેનો, માસીઓ, તે સ્ત્રીના જેઠ, દિયર, તેના કાકા, મોટા કાકા બની જશે અને આ દૂધ પીનાર
બાળકના સગા ભાઈ-બહેન વગેરે આ કુટુંબ પર દૂધ પીવાના કારણે હરામ થશે નહીં.

ત્રીજો પ્રકાર : સાસરીથી હરામ સ્ત્રીઓમાં સાસુ, (પત્નીની નાની, દાદી પણ આમાં સામેલ છે.) અને કોઈએ સ્ત્રી સાથે નિકાહ
કરી હમબિસ્તરી કર્યા વગર તલાક આપી દીધી તો પણ તેની સાસુ સાથે નિકાહ હરામ થશે, પરંતુ કોઈ સ્ત્રીથી નિકાહ કરીને હમબિસ્તરી કર્યા વગર તલાક આપી દીધી હોય તો તેની પુત્રીથી તેના નિકાહ જાઈઝ થશે. (ફતહુલ કદીર)

૨બીબ : પત્નીની પહેલા પતિથી પુત્રી તેનું હરામ હોવું શરતી છે એટલે કે તેની માતાથી હમબિસ્તરી કરી લીધી હોય તો ‘૨બીબા'થી નિકાહ હરામ નહિ તો હલાલ થશે. તે રબીબઃ (જેમનું પાલન પોષણ તમારા ખોળામાં થયું)
આ બંધન સામાન્ય સ્થિતિના કારણે છે શરતના સ્વરૂપમાં નથી. જો તે પુત્રી કોઈ બીજી જગ્યાએ ઉછેરવામાં આવે અથવા
રાખવામાં આવે તો પણ નિકાહ હરામ થશે. પત્નીને હલીલઃ કહેવામાં આવે છે, કેમકે અરબીમાં તેનો અર્થ ઉતરવાની જગ્યા
છે અને પત્ની પતિ સાથે રહે છે અને જાય છે. પુત્રોમાં પૌત્રો અને નવાસાઓ પણ આવે છે એટલે કે તેમની પત્નીઓથી પણ
નિકાહ હરામ થશે. તેજ રીતે દૂધ પીવડાવેલ સંતાનના જોડા પણ હરામ થશે. (તમારા સગા પુત્રોની
પત્નીઓ)ના બંધનથી એ સ્પષ્ટ થઈ ગયું કે લેપાલક (દત્તક પુત્રો)ની પત્નીઓથી નિકાહ જાઈઝ છે, બે સગી બહેનો હોય અથવા દૂધની તેમનાથી એક સમયમાં નિકાહ હરામ છે. પરંતુ એકના મૃત્યુ અથવા તલાકની સ્થિતિમાં ઈદ્દત પુરી થયા પછી બીજીથી નિકાહ જાઈઝ છે. તે જ રીતે ચાર પત્નીઓમાંથી એકને તલાક આપ્યા પછી પાંચમી સાથે નિકાહની ઈજાજત નથી જ્યાં સુધી તલાકવાળી સ્ત્રી ઈદ્દત પુરી ન કરી લે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92