સુરહ અન્-નિસા 12

PART:-256
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-12

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَـكُمۡ نِصۡفُ مَا تَرَكَ اَزۡوَاجُكُمۡ اِنۡ لَّمۡ يَكُنۡ لَّهُنَّ وَلَدٌ ۚ فَاِنۡ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَـكُمُ الرُّبُعُ مِمَّا تَرَكۡنَ‌ مِنۡۢ بَعۡدِ وَصِيَّةٍ يُّوۡصِيۡنَ بِهَاۤ اَوۡ دَ يۡنٍ‌ ؕ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكۡتُمۡ اِنۡ لَّمۡ يَكُنۡ لَّكُمۡ وَلَدٌ ۚ فَاِنۡ كَانَ لَـكُمۡ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكۡتُمۡ‌ مِّنۡۢ بَعۡدِ وَصِيَّةٍ تُوۡصُوۡنَ بِهَاۤ اَوۡ دَ يۡنٍ‌ ؕ وَاِنۡ كَانَ رَجُلٌ يُّوۡرَثُ كَلٰلَةً اَوِ امۡرَاَةٌ وَّلَهٗۤ اَخٌ اَوۡ اُخۡتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنۡهُمَا السُّدُسُ‌ ۚ فَاِنۡ كَانُوۡۤا اَكۡثَرَ مِنۡ ذٰ لِكَ فَهُمۡ شُرَكَآءُ فِى الثُّلُثِ مِنۡۢ بَعۡدِ وَصِيَّةٍ يُّوۡصٰى بِهَاۤ اَوۡ دَ يۡنٍ ۙ غَيۡرَ مُضَآرٍّ‌ ۚ وَصِيَّةً مِّنَ اللّٰهِ‌ ؕ وَاللّٰهُ عَلِيۡمٌ حَلِيۡمٌ ؕ‏(12)

12).અને તમારી પત્નીઓ જે કંઈ છોડીને મરે અને તેમની સંતાન ન હોય તો અડધું તમારૂ છે અને જો તેમની સંતાન હોય તો તેમના છોડેલા માલમાંથી તમારા માટે ચોથાઈ છે તે વસિયતને ચૂકવી દીધા પછી જે તે કરીને ગઈ હોય અથવા દેવું ચૂકવ્યા પછી, અને જે તમે છોડીને જાઓ તેમાંથી તેમના
માટે ચોથાઈ છે જો તમારી સંતાન ન હોય, અને જો તમારી સંતાન હોય તો પછી તેમને તમારા છોડેલા માલમાંથી આઠમો હિસ્સો મળશે, તે વસિયત પછી જ તમે કરીને ગયા હોય અને દેવું ચૂકવ્યા પછી, અને જેનો વારસો લેવામાં આવે છે તે પુરૂષ અથવા સ્ત્રી ક્લાલ હોય (એટલે કે તેનો પિતા અથવા પુત્ર ન હોય) અને તેનો એક ભાઈ અથવા એક બહેન હોય, તો તેમનામાંથી દરેકનો છઠ્ઠો હિસ્સો છે, અને
તેનાથી વધારે હોય તો એક તૃતિયાંશમાં બધા સામેલ છે,” તે
વસિયત પછી જે કરવામાં આવી હોય અને દેવું ચૂકવ્યા બાદ, જયારે કે બીજાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હોય,
આ અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલ છે અને અલ્લાહ (તઆલા) દરેક વાતને જાણનાર અને સહનશીલ છે.

તફસીર(સમજુતી):-

સંતાન ન હોવાની સ્થિતિમાં પુત્રની સંતાન એટલે કે પૌત્ર પણ સંતાનની બરાબર છે તેના પર ઉમ્મતે મુસ્લિમાની સંમતિ છે (ફતહુલ કદીર અને ઈબ્ને કસીર) તે જ રીતે મરનાર પતિની સંતાન ભલે ને તે તેની વર્તમાન પત્નીથી હોય અથવા કોઈ બીજી પત્નીથી, તે જ રીતે મરનાર પત્નીની સંતાન ભલે તેના વર્તમાન પતિથી હોય અથવા
પહેલાના કોઈ પતિથી હોય,

પત્ની જો એક હોય અથવા વધારે હોય, ચોથો અથવા આઠમો હિસ્સો મળશે આ હિસ્સો તેમનામાં વહેંચાશે દરેકને ચોથાઈ (1/4) અથવા આઠમો (1/8) હિસ્સો નહિ મળે. આ સર્વસંમતિથી નિયમ છે.

 તેનાથી આશય તે ભાઈ-બહેન છે જેમની માતા એક હોય પરંતુ પિતા અલગ-અલગ હોય (અખ્યાફી) કેમકે સગા ભાઈ-બહેન (એની) અથવા પિતા એક અને માતા અલગ-અલગ (અલ્લાતી) હોય તેવા ભાઈ-બહેનનો હિસ્સો
વારસામાં આ રીતે નથી અને તેનું વર્ણન આ જ સૂરહના અંતમાં આવે છે. અને આ સમસ્યા પણ સર્વસંમતિથી છે(ફતહુલ કદીર). હકીકતમાં વંશના માટે નો કાનૂન ચાલે છે આ જ કારણ છે કે
છોકરા-છોકરીઓના માટે અને ભાઈ-બહેનોના માટે આ સૂરહની છેલ્લી આયતમાં બંને માટે આ કાનૂન છે.પરંતુ માતાની સંતાનમાં વંશનો હિસ્સો નથી હોતો એટલા માટે ત્યાં દરેક ભાઈ-બહેનને સમાન હિસ્સો આપવામાં આવે છે જે પણ સ્થિતિ હોય એક ભાઈ અથવા એક બહેનને દરેકને છઠ્ઠો (1/6) હિરસો મળશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92