સુરહ આલે ઈમરાન 79,80

PART:-190
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-79,80
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

مَا كَانَ لِبَشَرٍ اَنۡ يُّؤۡتِيَهُ اللّٰهُ الۡكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوۡلَ لِلنَّاسِ كُوۡنُوۡا عِبَادًا لِّىۡ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلٰـكِنۡ كُوۡنُوۡا رَبَّانِيّٖنَ بِمَا كُنۡتُمۡ تُعَلِّمُوۡنَ الۡكِتٰبَ وَبِمَا كُنۡتُمۡ تَدۡرُسُوۡنَۙ‏(79)

79).કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ,
હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ,' તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે.

તફસીર(સમજુતી):-

 આ ઈસાઈયોના વિષે કેહવામાં આવી રહ્યું છે કે તેઓએ હજરત ઈસાને માઅબૂદ બનાવી દીધા છે ભલેને તે એક મનુષ્ય હતા, જેમને કિતાબ, હિકમત અને નબૂવતથી નવાજવામાં આવ્યા હતા. અને કોઈ વ્યક્તિ એવો દાવો નથી કરી શકતુ કે અલ્લાહને છોડી મારા પુજારી અથવા ભક્ત બની જાઓ પરંતુ તે એવું કહે છે કે અલ્લાહવાળા બની જાઓ.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا يَاۡمُرَكُمۡ اَنۡ تَتَّخِذُوا الۡمَلٰٓئِكَةَ وَالنَّبِيّٖنَ اَرۡبَابًا‌ ؕ اَيَاۡمُرُكُمۡ بِالۡكُفۡرِ بَعۡدَ اِذۡ اَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَ(80)

80).અને તે તમને આ હુકમ નહિં આપે કે ફરિશ્તાઓ અથવા નબીઓને માઅબૂદ (ઉપાસ્ય) બનાવી લો, શું ફરમાબરદાર બન્યા પછી તમને નાફરમાન બની જવાનો
હુકમ આપશે?

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92