સુરહ આલે ઈમરાન 77,78

PART:-189
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-77,78
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ يَشۡتَرُوۡنَ بِعَهۡدِ اللّٰهِ وَاَيۡمَانِهِمۡ ثَمَنًا قَلِيۡلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنۡظُرُ اِلَيۡهِمۡ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَكِّيۡهِمۡ ۖ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(77)

77).બેશક જે અલ્લાહ (તઆલા)ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) ન તો તેમનાથી વાતચીત કરશે, ન
કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنَّ مِنۡهُمۡ لَـفَرِيۡقًا يَّلۡوٗنَ اَلۡسِنَتَهُمۡ بِالۡكِتٰبِ لِتَحۡسَبُوۡهُ مِنَ الۡكِتٰبِ‌ وَمَا هُوَ مِنَ الۡكِتٰبِۚ وَيَقُوۡلُوۡنَ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ وَمَا هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ يَعۡلَمُوۡنَ(78)

78).જરૂર તેમનામાં એવો સમૂહ પણ છે જે કિતાબ વાંચતી વખતે પોતાની જીભને મરોડી લે છે, જેથી તમે તેને કિતાબનો જ લેખ સમજો, જો કે હકીકતમાં તે કિતાબમાંથી નથી અને તેઓ કહે પણ છે કે તે અલ્લાહ (તઆલા)ના તરફથી છે, જો કે હકીકતમાં તે અલ્લાહ
(તઆલા)ના તરફથી નથી, તેઓ જાણી જોઈને અલ્લાહ(તઆલા) પર જૂઠ બોલે છે.”

તફસીર(સમજુતી):-

આ તે યહૂદિયોનું વર્ણન છે જેમણે અલ્લાહની કિતાબ(તૌરાત)માં ન ફક્ત ફેરફાર કર્યો પરંતુ બે ગુનાહ વધારે કર્યા, એક તો જીભને મરોડીને કિતાબના શબ્દોને પઢતા. જેનાથી લોકોમાં વાસ્તવિકતાની વિરુદ્ધ અસર કરવામાં તેઓ સફળ થઈ જતા, બીજુ પોતાની મનઘડંત વાતોને તેઓ અલ્લાહની વાતો કહેતા, બદનસીબે મુસલમાનોના
ધાર્મિક આગેવાનોમાં પણ નબી(ﷺ ) (તમે પોતાની આગલી
ઉમ્મતનું કદમ કદમ પર અનુસરણ કરશો)ના હિસાબથી એવા ઘણા લોકો છે જે દુનિયાવી સ્વાર્થ અથવા જુથબંધીના પક્ષપાત અથવા અભિપ્રાયના મતભેદોના કારણે કુરઆન કરીમની સાથે પણ આવો જ વ્યવહાર કરે છે કુરઆનની આયત પઢે છે અને વિષય પોતે ઘડે છે જનતા સમજે છે કે મોલવી સાહેબે મસલાનો હલ
કુરઆનથી કાઢયો છે, હકીકતમાં આ હલનો કુરઆનથી કોઈ સંબંધ નથી હોતો અથવા આયતના અર્થમાં બદલાવ અથવા બનાવટથી કામ લેવામાં આવે છે જેથી સાબિત કરી શકાય કે તે અલ્લાહ ત૨ફથી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92