સુરહ આલે ઈમરાન 103,104


PART:-201
         (Quran-Section)
      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-103,104
                      
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰهِ جَمِيۡعًا وَّلَا تَفَرَّقُوۡا‌ ۖ وَاذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ كُنۡتُمۡ اَعۡدَآءً فَاَ لَّفَ بَيۡنَ قُلُوۡبِكُمۡ فَاَصۡبَحۡتُمۡ بِنِعۡمَتِهٖۤ اِخۡوَانًا ۚ وَكُنۡتُمۡ عَلٰى شَفَا حُفۡرَةٍ مِّنَ النَّارِ فَاَنۡقَذَكُمۡ مِّنۡهَا ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ(103)

103).અને અલ્લાહ (તઆલા) ની રસ્સીને બધા ભેગા મળીને
મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો,અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જ્યારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા દિલોમાં મોહબ્બત નાખી દીધી અને તમે તેની કૃપાથી ભાઈ-ભાઈ બની ગયા અને તમે આગના એક ખાડાના કિનારા સુધી પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા. અલ્લાહ (તઆલા) આ રીતે
પોતાની નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે હિદાયત પામી શકો.

તફસીર(સમજુતી):-

(અને જૂથબંધી ન કરો) એટલે જૂથોમાં વહેંચાઈ જવાથી રોકી દેવામાં આવ્યા છે આનો અર્થ એ છે કે તે બે નિયમો જેનું વર્ણન થઈ ચૂક્યું છે તેનાથી મોઢું ફેરવી લેવાના કારણે પરસ્પર ફૂટ પડી શકે છે અને તમે જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશો, એટલા માટે જૂથબંધીનો ઈતિહાસ જોઈ લો આ જ કારણ સ્પષ્ટ થઈને તમારા સામે આવશે. કુરઆન અને હદીસને સમજવામાં અને તેની તફસીરમાં થોડો મતભેદ હોવો તે જૂથબંધીનું કારણ નથી આ મતભેદ તો સહાબા અને તાબેઈનના સમયમાં પણ હતો, પરંતુ મુસલમાનો જૂથોમાં વહેચાયા ન હતા, કેમકે પરસ્પર મતભેદ હોવા છતાં પણ દરેકનું આજ્ઞાપાલનનું કેન્દ્ર અને આસ્થાનું બિંદુ એકજ હતું અને તે કુરઆન
અને રસુલુલ્લાહ (ﷺ)ની હદીસ, પરંતુ જ્યારે વ્યક્તિના નામ પર વિચારોનું પ્રદર્શન થવા લાગ્યું તો
આજ્ઞાપાલનનું કેન્દ્ર અને આસ્થાનું બિંદુ બદલાઈ ગયા. પોતપોતાના પેશવાઓ અને તેમના કથનો અને વિચારો પહેલા સ્થાને અને અલ્લાહ અને તેના રસૂલ (ﷺ )ના કથનો અને હુકમોને બીજા સ્થાન પર કરી દેવામાં આવ્યા અને અહીંથી ઉમ્મતે મુસ્લિમામાં જૂથબંધી શરૂ થઈ જે રોજ-બરોજ વધતી ગઈ અને મજબૂત થતી ગઈ.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلۡتَكُنۡ مِّنۡكُمۡ اُمَّةٌ يَّدۡعُوۡنَ اِلَى الۡخَيۡرِ وَيَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَيَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ‌ؕ وَاُولٰٓئِكَ هُمُ الۡمُفۡلِحُوۡنَ‏(104)

104).અને તમારામાં એક જૂથ એવું હોવું જોઈએ, જે
ભલાઈની તરફ બોલાવે અને નેક કામોનો હુકમ આપે અને બૂરા કામોથી રોકે અને આ જ લોકો સફળ થનાર છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92