સુરહ બકરહ 275


PART:-150
         (Quran-Section)
     
     (2)સુરહ બકરહ
        આયત નં.:-275              
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ يَاۡكُلُوۡنَ الرِّبٰوا لَا يَقُوۡمُوۡنَ اِلَّا كَمَا يَقُوۡمُ الَّذِىۡ يَتَخَبَّطُهُ الشَّيۡطٰنُ مِنَ الۡمَسِّ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡۤا اِنَّمَا الۡبَيۡعُ مِثۡلُ الرِّبٰوا‌ ۘ‌ وَاَحَلَّ اللّٰهُ الۡبَيۡعَ وَحَرَّمَ الرِّبٰوا‌ ؕ فَمَنۡ جَآءَهٗ مَوۡعِظَةٌ مِّنۡ رَّبِّهٖ فَانۡتَهٰى فَلَهٗ مَا سَلَفَؕ وَاَمۡرُهٗۤ اِلَى اللّٰهِ‌ؕ وَمَنۡ عَادَ فَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(275)

275).વ્યાજ ખાનાર લોકો ઊભા નહિ હોય, પરંતુ એવી રીત,
જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શીને પાગલ બનાવી
દે છે. આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો
વ્યાજની જેમ જ છે, જ્યારે કે અલ્લાહ (તઆલા) એ વેપારને
હલાલ(વૈદ્ય) કર્યો અને વ્યાજને હરામ(અવૈદ્ય). અને જે માણસ
પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા)ની નસીહત સાંભળીને
રોકાઈ ગયો તેના માટે તે છે જે પસાર થઈ ગયું, અને તેનો મામલો અલ્લાહ (તઆલા) પાસે છે અને જે ફરીથી (હરામ તરફ) પાછો ફર્યો તે જહન્નમી છે. તે હંમેશા તેમાંજ રહેશે.

તફસીર(સમજુતી):-

વ્યાજ લેવાવાળાની આ હાલત કબ્રમાંથી ઉઠતી વખતે અથવા ક્યામતના મેદાનમાં થશે.
જયારે કે વેપારમાં તો સામાન અને પૈસાની બરાબર અદલા-બદલી થતી હોય છે. બીજુ તેમાં ફાયદો અને નુકશાનની ઉમ્મીદ રહે છે, જ્યારે કે વ્યાજમાં આ બંને વાતો નથી હોતી. એટલા માટે અલ્લાહે વેચાણને હલાલ અને વ્યાજને હરામ કહ્યું છે, પછી આ બંને સમાન કેવી રીતે હોઈ શકે છે?
ઈમાન લાવવા અને માફી માંગી લીધા પછી પાછલુ વ્યાજ જે લીધું તેના પર પકડ નહિ થાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92