સુરહ આલે ઈમરાન 9,10,11,12

PART:-159
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-9,10,11,12             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ لَا يُخۡلِفُ الۡمِيۡعَادَ(9)

9).અય અમારા રબ! બેશક તુ લોકોને એક દિવસે જમા કરનાર છે,જેના આવવામાં કોઈ શંકા નથી, બેશક અલ્લાહ (તઆલા) વચનથી ફરી જનાર નથી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا‌ ؕ وَاُولٰٓئِكَ هُمۡ وَقُوۡدُ النَّارِۙ(10)

10).કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહ(તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

كَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَۙ وَالَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ‌ؕ كَذَّبُوۡا بِاٰيٰتِنَا ‌ۚ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ شَدِيۡدُ الۡعِقَابِ(11)

11).જેવો કે ફિરઔનની સંતાનનો હાલ થયો અને તેમનો જેઓ તેમના પહેલા હતા, તેઓએ અમારી નિશાનીઓને જૂઠાડી, પછી અલ્લાહ (તઆલા)એ તેમને
તેમના ગુનાહો પર પકડી લીધા અને અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ لِّلَّذِيۡنَ كَفَرُوۡا سَتُغۡلَبُوۡنَ وَتُحۡشَرُوۡنَ اِلٰى جَهَنَّمَ‌ؕ وَبِئۡسَ الۡمِهَادُ(12)

12).કાફિરોને કહી દો કે તમે લોકો નજીકના ભવિષ્યમાં પરાજિત કરવામાં આવશો. અને જહન્નમ તરફ જમા કરવામાં આવશો અને તે ખરાબ પાથરણું છે.

તફસીર(સમજુતી):-

કાફિર એટલે બધા કાફિર આવે, પરંતુ અહીં ખાસ યહુદીઓ ને કહેવામાં આવે છે જ્યારે જંગે બદર માં મુસલમાનો નો વિજય થયો તો મદીના ના અમુક યહૂદી કબિલાઓ એ કહ્યું કે એ તો કુરેશ હતા અમારી સાથે મુકાબલો થયો હોત તો ખબર પડત ત્યારે આ આયત નાઝિલ થઈ.(ફતહુલ કદીર)



Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92