સુરહ આલે ઈમરાન 13,14

PART:-160
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-13,14             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَدۡ كَانَ لَـكُمۡ اٰيَةٌ فِىۡ فِئَتَيۡنِ الۡتَقَتَا ؕ فِئَةٌ تُقَاتِلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاُخۡرٰى كَافِرَةٌ يَّرَوۡنَهُمۡ مِّثۡلَيۡهِمۡ رَاۡىَ الۡعَيۡنِ‌ؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصۡرِهٖ مَنۡ يَّشَآءُ  ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَعِبۡرَةً لِّاُولِى الۡاَبۡصَارِ(13)

13).બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે
બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી,એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની
આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા)જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે.

તફસીર(સમજુતી):-

આ આયતમા અલ્લાહ એ જંગે બદર નો નકશો આપ્યો છે જે હિજરત પછી મુસલમાનો અને મક્કા ના મુશરિકો સાથે થઈ હતી
જે ઘણી મહત્વની હતી એક તો એ ઈસ્લામ ની પહેલી જંગ હતી અને બીજુ કે તેમાં મુસલમાનો ત્રણસો તેર હતાં અને સામે કાફિરો ત્રણ ઘણાં વધારે એટલે કે એક હજાર ની આસપાસ હોવા છતાંય મુસલમાનો નો વિજય થયો હતો જેના પરિણામ ને જોઈને અરબ જગત દંગ રહી ગયું

આખોથી બમણા જોવાનો મતલબ ઈબ્ને કષીરમા રિવાયત છે કે અલ્લાહ એ કાફિરો ની આખો પર એવી અસર કરી હતી કે તેમને સામેનું લશ્કર બમણું દેખાતું હતું એટલે કે ત્રણસો તેર થી બમણી સંખ્યા જ્યારે તયસુરુલ કુરઆન માં રિવાયત છે કે નબી સ.અ.વ એ લશ્કર ની એવી ગોઠવણ કરી હતી કે સામેવાળાને જોવામાં સંખ્યા બમણી લાગે આ નબી સ.અ.વ ની જંગી-તદબીર હતી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوٰتِ مِنَ النِّسَآءِ وَالۡبَـنِيۡنَ وَالۡقَنَاطِيۡرِ الۡمُقَنۡطَرَةِ مِنَ الذَّهَبِ وَالۡفِضَّةِ وَالۡخَـيۡلِ الۡمُسَوَّمَةِ وَالۡاَنۡعَامِ وَالۡحَـرۡثِ‌ؕ ذٰ لِكَ مَتَاعُ الۡحَيٰوةِ الدُّنۡيَا ‌ۚ وَاللّٰهُ عِنۡدَهٗ حُسۡنُ الۡمَاٰبِ(14)

14).પસંદગીની વસ્તુઓની મોહબ્બત લોકો માટે લોભામણી બનાવી દેવામાં આવી છે, જેવી કે સ્ત્રીઓ અને બાળકો, સોના-ચાંદીના જમાં કરેલ ખજાનાઓ
અને નિશાની કરેલ ઘોડાઓ અને ચોપાયાં અને ખેતી,આ દુનિયાની જિંદગીનો સામાન છે, અને પાછા ફરવાનું સારું ઠેકાણું તો અલ્લાહ (તઆલા) પાસે જ છે.

તફસીર(સમજુતી):-

આમાં ( الشَّهَوٰتِ) થી આશય (مشتبهات ) છે. એટલે કે તે વસ્તુઓ જે માણસને પ્રાકૃતિક સ્વરૂપે પસંદ છે તેથી તેનાથી
આકર્ષણ અને તેનાથી મોહબ્બત અમાન્ય નથી, પરંતુ આ મોહબ્બત ઈસ્લામ ધર્મના કાનૂનના દાયરામાં અને સંતુલિત હોય, તેમની ખૂબસૂરતી પણ અલ્લાહ તઆલાના તરફથી પરીક્ષા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92