સુરહ આલે ઈમરાન 49,50

PART:-177
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-49,50
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَرَسُوۡلًا اِلٰى بَنِىۡۤ اِسۡرٰٓءِيۡلَ ۙ اَنِّىۡ قَدۡ جِئۡتُكُمۡ بِاٰيَةٍ مِّنۡ رَّبِّكُمۡ ۙۚ اَنِّىۡۤ  اَخۡلُقُ لَـكُمۡ مِّنَ الطِّيۡنِ كَهَیْــئَةِ الطَّيۡرِ فَاَنۡفُخُ فِيۡهِ فَيَكُوۡنُ طَيۡرًاۢ بِاِذۡنِ اللّٰهِ‌‌ۚ وَاُبۡرِئُ الۡاَكۡمَهَ وَالۡاَبۡرَصَ وَاُحۡىِ الۡمَوۡتٰى بِاِذۡنِ اللّٰهِ‌ۚ وَ اُنَبِّئُكُمۡ بِمَا تَاۡكُلُوۡنَ وَمَا تَدَّخِرُوۡنَۙ فِىۡ بُيُوۡتِكُمۡ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَاٰيَةً لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَۚ‏(49)

49).અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું છું, પછી તેમાં ફૂંક મારૂ છું, તો તે અલ્લાહ (તઆલા)ના હુકમથી પક્ષી બની જાય છે અને હું અલ્લાહ (તઆલા)ના હુકમથી જન્મજાત આંધળા અને કુષ્ઠરોગીને સાજો કરી દઉં છું અને મડદાઓને જીવતા
કરી દઉં છું અને જે કંઈ તમે ખાઓ અને જે કંઈ પણ તમે તમારા ઘરોમાં જમા કરો હું તમને બતાવી દઉં છું, આમાં તમારા માટે મોટી નિશાની છે. જો તમે ઈમાનવાળા છો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمُصَدِّقًا لِّمَا بَيۡنَ يَدَىَّ مِنَ التَّوۡرٰٮةِ وَلِاُحِلَّ لَـكُمۡ بَعۡضَ الَّذِىۡ حُرِّمَ عَلَيۡكُمۡ‌وَجِئۡتُكُمۡ بِاٰيَةٍ مِّنۡ رَّبِّكُمۡ فَاتَّقُوۡا اللّٰهَ وَاَطِيۡعُوۡنِ(50)

50).અને હું તૌરાતનું સર્મથન કરનાર છું જે મારા સામે છે, અને હું એટલા માટે આવ્યો છું કે તમારા પર કેટલીક વસ્તુને હલાલ કરૂં જે તમારા પર હરામ કરી દેવામાં
આવી છે, અને હું તમારી પાસે તમારા રબની નિશાની લાવ્યો છું એટલા માટે તમે અલ્લાહ(તઆલા) થી ડરો અને મારું જ અનુસરણ કરો.

તફસીર(સમજુતી):-

આનાથી આશય તે વસ્તુઓ છે જેને અલ્લાહ તઆલાએ સજા તરીકે તેમના ઉપર હરામ કરી દીધી હતી અથવા તે વસ્તુઓ છે જેને તેમના આલિમોએ પોતે પોતાના ઉપર હરામ કરી દીધી, અલ્લાહનો હુકમ ન હતો. (કુર્તબી)

અથવા એવી વસ્તુઓ પણ હોઈ શકે જેને આલિમોએ પોતાના સોચ વિચારથી હરામ કરી રાખી હતી અને સોચ વિચારમાં તેમનાથી ભૂલ થઈ અને હજરત ઈસાએ આ ભૂલોને દૂર કરી તેને હલાલ કરી દીધી.(ઈબ્ને કસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92