સુરહ આલે ઈમરાન 47,48

PART:-176
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-47,48
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَتۡ رَبِّ اَنّٰى يَكُوۡنُ لِىۡ وَلَدٌ وَّلَمۡ يَمۡسَسۡنِىۡ بَشَرٌ ‌ؕ قَالَ كَذٰلِكِ اللّٰهُ يَخۡلُقُ مَا يَشَآءُ‌ ؕ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ(47)

47).કહેવા લાગી, “મારા રબ! મને પુત્ર કેવી રીતે થશે? જ્યારે કે મને કોઈ પુરૂષે સ્પર્શ પણ નથી કર્યો?'
ફરિશ્તાઓએ કહ્યું, આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે પેદા કરે છે, જયારે પણ તે કોઈ કામ કરવા ઈચ્છે છે તો ફક્ત કહી દે છે "થઈ જા'' તો તે થઈ જાય છે.

તફસીર(સમજુતી):-

આ અલ્લાહ ની કુદરત છે એના માટે જરૂરી નથી કે દરેક વખતે ઝરિયો(અસ્બાબ)હોવા જરૂરી હોય, ફક્ત તેના કહેવાથી કે "થઈ જા" તો તે ફૌરન થઈ જાય છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَيُعَلِّمُهُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَالتَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ‌ۚ(48)

48. અને અલ્લાહ (તઆલા) તેને લખવાનું અને હિકમત અને તૌરાત તથા ઈન્જીલ શિખવશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92