સુરહ આલે ઈમરાન 39,40

PART:-172
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-39,40
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَنَادَتۡهُ الۡمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىۡ فِى الۡمِحۡرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحۡيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوۡرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيۡنَ(39)

39).પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી.

તફસીર(સમજુતી):-

વગર મોસમના ફળો જોઈને હજરત ઝકરિયાના દિલમાં (પોતાનો બુઢાપો અને પોતાની પત્ની વાઝણી હોવા છતાં) એ ઉમ્મીદ પેદા થઈ કે કાશ અલ્લાહ તઆલા તેમને પણ આજ રીતે સંતાન આપે, આ કારણથી તેમના હાથ દુઆ માટે ઉઠી ગયા જેને અલ્લાહે કબૂલ પણ કરી અને આપ્યુ પણ.

અલ્લાહના કલિમાના સમર્થનથી આશય હઝરત ઈસાનું સમર્થન કરશે, એટલે કે હજરત યાહ્યા હજરત ઈસાથી મોટા થયા બંને પરસ્પર મોસેરા ભાઈ હતા, બંનેએ એકબીજાનું અનુમોદન કર્યું, (سَيِّدًا )નો મતલબ સરદાર છે. (حَصُوۡرًا)નો મતલબ છે પાપથી વિશુદ્ધ એટલે કે ગુનાહની નજીક ન ગયા હોય, એનો મતલબ કે તેમને ગુનાહથી રોકી દેવામાં આવ્યા હોય એટલે હસૂર,મહસૂરના અર્થમાં લીધેલ છે કેટલાકે તેનો અર્થ નામર્દ કર્યો છે પરંતુ તે ઠીક નથી કેમકે તે એક દુર્ગુણ છે જ્યારે કે અહીંયા તેમની શ્રેષ્ઠતા અને સન્માનના સંદર્ભમાં ઉપયોગ થયો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَ رَبِّ اَنّٰى يَكُوۡنُ لِىۡ غُلٰمٌ وَّقَدۡ بَلَغَنِىَ الۡكِبَرُ وَامۡرَاَتِىۡ عَاقِرٌ‌ؕ قَالَ كَذٰلِكَ اللّٰهُ يَفۡعَلُ مَا يَشَآءُ(40)

40).કહેવા લાગ્યા, હે મારા રબ! મારે ત્યાં પુત્ર કેવી રીતે થશે? હું ખૂબજ વૃધ્ધ થઈ ગયો છું અને મારી પત્ની વાંઝણી છે, કહ્યું આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે તે કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92