સુરહ આલે ઈમરાન 37,38

PART:-171
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-37,38
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوۡلٍ حَسَنٍ وَّاَنۡۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّا ‌ؕ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا الۡمِحۡرَابَۙ وَجَدَ عِنۡدَهَا رِزۡقًا ‌ۚ‌ قَالَ يٰمَرۡيَمُ اَنّٰى لَـكِ هٰذَا ؕ‌ قَالَتۡ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يَرۡزُقُ مَنۡ يَّشَآءُ بِغَيۡرِ حِسَابٍ(37)

37).તેને તેના રબ સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા. જ્યારે પણ ઝકરિયા તેમના
ઓરડામાં જતા તો તેમની પાસે રોજી (ફળ-ફળાદી) મુકેલી જોતા હતા. તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી ક્યાંથી આવી? તે જવાબ આપતી આ
અલ્લાહ (તઆલા)ના પાસેથી છે, બેશક અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે બેશુમાર રોજી આપે છે.

તફસીર(સમજુતી):-

હજરત ઝકરિયા મરયમના માસા પણ હતા એટલા માટે પણ, આના સિવાય પોતાના સમયમાં પયગમ્બર હોવાના કારણે સૌથી સારા સંરક્ષક બની શકતા હતા જે હજરત મરયમની આર્થિક જરૂરીયાત, તાલીમ અને ઉછેર (તરબીયત)નો સારો પ્રબન્ધ કરી શકતા હતા.

 મહેરાબથી આશય તે ઓરડો છે જેમાં હજરત મરયમ રહેતા હતા, રોજીથી આશય ફળ વગેરે છે, આ ફળ વગર મોસમના હતા એટલે કે ગરમીના ફળો શરદીમાં અને શરદીના ફળો ગરમીમાં તેમના ઓરડામાં હોતા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهٗ‌ ‌ۚ قَالَ رَبِّ هَبۡ لِىۡ مِنۡ لَّدُنۡكَ ذُرِّيَّةً طَيِّبَةً‌ ‌ ۚ اِنَّكَ سَمِيۡعُ الدُّعَآءِ(38)

38).તે જ જગ્યા પર ઝકરિયા (علیہ السلام) એ પોતાના પાલનહારથી દુઆ કરી, કહ્યું કે અય મારા પાલનહાર! મને તારી પાસેથી નેક સંતાન આપ, બેશક તું દુઆ સાંભળનાર છે.

તફસીર(સભજુતી):-

હઝરત ઝકરિયા બે ઔલાદ હતાં અને ઘરડાં હતાં તેમના પત્ની બાઝ હતા અને તેઓ ઔલાદ ની ખ્વાહિશ રાખતાં હતાં.જ્યારે તેમણે મરયમ નો જવાબ સાભળ્યો તો ખ્યાલ આવ્યો કે અલ્લાહ તો દરેક વસ્તુ પર કાદિર છે તે જે ચાહે કરી શક છેે, આ ખ્યાલ આવતા જ તેમણે નેક ઔલાદ ની દુઆ કરી
(તયસીર-ઉલ-કુરઆન)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92