સુરહ આલે ઈમરાન 31,32,33,34

PART:-169
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-31,32
                         33,34             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ اِنۡ كُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِىۡ يُحۡبِبۡكُمُ اللّٰهُ وَيَغۡفِرۡ لَـكُمۡ ذُنُوۡبَكُمۡؕ‌ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(31)

31).કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા)પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ
કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

એટલે કે રસૂલ ( ﷺ)નું અનુસરણ કરવાથી ફક્ત તમારા ગુનાહો જ માફ કરવામાં નહિ આવે પરંતુ તમે તેના મહેબુબ બની જશો તો આ કેટલી સારી વાત છે કે અલ્લાહની સામે એક વ્યક્તિ અલ્લાહના મહેબૂબ બંદાની જગ્યા પ્રાપ્ત કરી લે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ اَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ‌‌ ۚ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡكٰفِرِيۡنَ(32)

32).કહી દો, કે અલ્લાહ(તઆલા) અને રસૂલનું આજ્ઞાપાલન કરો, જો તેઓ મોઢું ફેરવી લે તો બેશક
અલ્લાહ (તઆલા) કાફિરોને દોસ્ત નથી રાખતો.

તફસીર(સમજુતી):-

આ આયતમાં અલ્લાહના હુકમના પાલનની સાથે સાથે રસૂલ (ﷺ )નું આજ્ઞાપાલન કરવાની ફરીથી તાકીદ કરીને સ્પષ્ટ કરી દીધું કે હવે મુહમ્મદ (ﷺ)નું આજ્ઞાપાલન કર્યા વગર છૂટકારો (મોક્ષ) પ્રાપ્ત થઈ શકતો નથી અને તેને નકારવું કુફ્ર છે, અને આવા કાફિરોને અલ્લાહ પસંદ નથી કરતો, ભલે ને તેઓ અલ્લાહની મોહબ્બત અને નજદીક હોવાના ગમે તેટલા દાવેદાર હોય. આ આયતમાં હદીસને ન માનવાવાળા અને રસુલ (ﷺ )નું આજ્ઞાપાલન ન કરનારાઓની સખત ટીકા કરવામાં આવી છે કેમ કે બંને પોતપોતાની રીતે એવા કામો કરે છે જેને અહિંયા કુફ્રના બરાબર બતાવેલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ اللّٰهَ اصۡطَفٰۤى اٰدَمَ وَنُوۡحًا وَّاٰلَ اِبۡرٰهِيۡمَ وَاٰلَ عِمۡرٰنَ عَلَى الۡعٰلَمِيۡنَۙ(33)

33).બેશક અલ્લાહ (તઆલા)એ તમામ લોકોમાંથી આદમને અને નૂહને અને ઈબ્રાહીમના પરિવારને અને ઈમરાનના પરિવારને ચૂંટી લીધા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذُرِّيَّةًۢ بَعۡضُهَا مِنۡۢ بَعۡضٍ‌ؕ وَاللّٰهُ سَمِيۡعٌ عَلِيۡمٌ‌ۚ(34)

34).કે આ બધા પરસ્પર એકબીજાના વંશથી છે અને
અલ્લાહ (તઆલા) બધુંજ સાંભળે અને જાણે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92