સુરહ આલે ઈમરાન 29,30

PART:-168
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-29,30           
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ اِنۡ تُخۡفُوۡا مَا فِىۡ صُدُوۡرِكُمۡ اَوۡ تُبۡدُوۡهُ يَعۡلَمۡهُ اللّٰهُ‌ؕ وَيَعۡلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ‌ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(29)



29).કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે,આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે,અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે.

તફસીર(સમજુતી):-

આ આયતમા મુસલમાનોને સંબોધન કરવમાં આવે છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٍ مُّحۡضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتۡ مِنۡ سُوۡٓءٍ ۚۛ  تَوَدُّ لَوۡ اَنَّ بَيۡنَهَا وَبَيۡنَهٗۤ اَمَدًاۢ بَعِيۡدًا ‌ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفۡسَهٗ‌ؕ وَاللّٰهُ رَءُوۡفٌۢ بِالۡعِبَادِ(30)

30).જે દિવસે દરેક વ્યક્તિ પોતાની કરેલ ભલાઈ અને
બૂરાઈને હાજર પામશે, તમન્ના કરશે કે કાશ! તેના અને ગુનાહની વચ્ચે ઘણી દૂરી હોત. અલ્લાહ (તઆલા)તમને પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ(તઆલા) પોતાના બંદાઓ પર ઘણો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

આ આયતની શરૂઆતમાં અલ્લાહે નેક લોકો અને બદકાર લોકોની વાત કરી, અને પછી ફક્ત બદકાર એટલે બૂરાઈ કરનાર લોકોની તમન્નાને જાહેર કરી છે કે કયામત ના દિવસ અને જહન્નમ ને જોઈને તેઓ તેનાથી બચવાની ફિરાકમાં જ હશે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92