સુરહ આલે ઈમરાન 25,26

PART:-166
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-25,26             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَكَيۡفَ اِذَا جَمَعۡنٰهُمۡ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(25)

25).પછી શું હાલત થશે જ્યારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં
આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે.

તફસીર(સમજુતી):-

તે દિવસ એટલે કયામત ના દિવસે અને કમાણી થી મુરાદ તેણે કરેલા સારા અને ખરાબ કર્મો જે તેના મુત્યુ પછી પણ તેની સાથે જ રહેશે અને આ કર્મો નો બદલો અલ્લાહ પુરેપુરો આપશે, સહેજ પર અન્યાય નહીં કરાય.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلِ اللّٰهُمَّ مٰلِكَ الۡمُلۡكِ تُؤۡتِى الۡمُلۡكَ مَنۡ تَشَآءُ وَتَنۡزِعُ الۡمُلۡكَ مِمَّنۡ تَشَآءُ وَتُعِزُّ مَنۡ تَشَآءُ وَتُذِلُّ مَنۡ تَشَآءُ‌ ؕ بِيَدِكَ الۡخَيۡرُ‌ؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(26)

26).તમે કહી દો, અય અલ્લાહ, અય સમગ્ર સૃષ્ટિના માલિક, તું જેને ઈચ્છે રાજ્ય આપે અને જેનાથી ઈચ્છે રાજ્ય છીનવી લે અને તું જેને ચાહે સન્માન આપે અને જેને ચાહે અપમાનિત કરી દે, તારા જ હાથોમાં બધી ભલાઈઓ છે.બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

તફસીર(સમજુતી):-

આ આયતમાં અલ્લાહની બેપનાહ કુદરત અને તાકાતનું વર્ણન છે, રાજા ને રંક અને રંક ને રાજા બનાવી દેવાનો હક તેને જ છે  એટલે કે ભલાઈ ફક્ત તારા હાથમાં છે, તારા સિવાય કોઈ ભલાઈ આપી શક્યું નથી, બૂરાઈન પેદા કરનાર ભલે અલ્લાહ જ છે પરંતુ અહિંયા ફક્ત ભલાઈનું વર્ણન કરેલ છે બૂરાઈનું નહીં એટલા માટે કે ભલાઈ ફક્ત અલ્લાહની મહેરબાની છે તેના વિરુધ્ધ બૂરાઈ વ્યક્તિના પોતાના અમલનો બદલો છે જે તેને મળે છે અથવા એટલા માટે કે બૂરાઈ પણ તેના તકદીરનો લખેલ એક હિસ્સો છે,જેમાં ભલાઈ એ રીતે છે કે અલ્લાહના દરેક કામ સારા છે. (ફતહુલ કદીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92