સુરહ આલે ઈમરાન 23,24

PART:-165
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-23,24             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يُدۡعَوۡنَ اِلٰى كِتٰبِ اللّٰهِ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ ثُمَّ يَتَوَلّٰى فَرِيۡقٌ مِّنۡهُمۡ وَهُمۡ مُّعۡرِضُوۡنَ(23)

23).શું તમે તેમને નથી જોયા, જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, તેઓને પોતાના પરસ્પરના નિર્ણયો માટે અલ્લાહ (તઆલા)ની કિતાબ
તરફ બોલાવવામાં આવે છે, પછી પણ તેમનું એક જૂથ મોઢું ફેરવી પાછું ફરે છે.

તફસીર(સમજુતી):-

આ કિતાબવાળાઓથી આશય મદીનામાં રહેનારા યહૂદી છે જેમનામાં મોટાભાગના ઈસ્લામ ધર્મ સ્વીકારવાને લાયક જ ન હતા, અને ઈસ્લામ, મુસલમાનો અને નબી ( ﷺ)ના વિરુધ્ધમાં સમસ્યાઓ પેદા કરવામાં મશગુલ
રહ્યા, ત્યાં સુધી કે તેમના બે જુથોને દેશ નિકાલ અને એક જુથને કતલ કરી દેવામાં આવ્યું.

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّامًا مَّعۡدُوۡدٰتٍ‌ ۖ وَغَرَّهُمۡ فِىۡ دِيۡنِهِمۡ مَّا كَانُوۡا يَفۡتَرُوۡنَ(24)

24).તેનું કારણ તેમનું કેહવું છે કે તેમને ગણતરીના થોડાક જ દિવસ આગ સ્પર્શ કરશે, આ તેમની મનઘડંત વાતોએ તેમને પોતાના ધર્મના વિષે ધોખામાં નાખી રાખ્યા છે.

તફસીર(સમજુતી):-

યહૂદીઓ અલ્લાહ ની કિતાબ નો ઈન્કાર કરતાં અને તેમના બુઝુર્ગો ની કહેલી મનઘડંત વાતો કરતાં કે અમે જહન્નમમા એટલા દિવસો રહીશું કે જેટલા દિવસો સુધી વાછરડાની પૂજા કરી

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92