સુરહ બકરહ 245,246


PART:-133
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-245,246
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَنۡ ذَا الَّذِىۡ يُقۡرِضُ اللّٰهَ قَرۡضًا حَسَنًا فَيُضٰعِفَهٗ لَهٗۤ اَضۡعَافًا کَثِيۡرَةً  ‌ؕ وَاللّٰهُ يَقۡبِضُ وَيَبۡصُۜطُ ۖ وَ اِلَيۡهِ تُرۡجَعُوۡنَ(245)

245).કોણ અલ્લાહને સારૂ કરજ આપશે, જેને તે પછી તેને અનેક ઘણું વધારે આપશે અને અલ્લાહ જ ઘટાડો અને વધારો કરે છે અને તેના તરફ જ પાછા ફરવાનું છે.

તફસીર(સમજુતી):-

સારા કરજથી આશય અલ્લાહના માર્ગમાં અને જિહાદમાં માલ સદકો કરવું છે એટલે કે જીવની જેમ
માલ સદકો કરવામાં પણ સંકોચ ન કરો, માલમાં વૃદ્ધિ અને કમી પણ અલ્લાહના હાથમાં છે અને તે
બંને રીતે તમારી પરીક્ષા લે છે. ક્યારેક માલમાં વૃદ્ધિ કરીને તો ક્યારેક માલમાં કમી કરીને, પછી
અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાથી કમી પણ નથી થતી, અલ્લાહ તઆલા તેમાં કેટલાય ઘણો વધારો
કરે છે, ક્યારેક ખુલ્લી રીતે તો ક્યારેક છૂપી રીતે અને રૂહાની રીતે અને આખિરતમાં તો જરૂર તેમાં
અધિકતા આશ્ચર્યચકિત હશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الۡمَلَاِ مِنۡۢ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ مِنۡۢ بَعۡدِ مُوۡسٰى‌ۘ اِذۡ قَالُوۡا لِنَبِىٍّ لَّهُمُ ابۡعَثۡ لَنَا مَلِکًا نُّقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌ؕ قَالَ هَلۡ عَسَيۡتُمۡ اِنۡ کُتِبَ عَلَيۡکُمُ الۡقِتَالُ اَلَّا تُقَاتِلُوۡا ؕ قَالُوۡا وَمَا لَنَآ اَلَّا نُقَاتِلَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَقَدۡ اُخۡرِجۡنَا مِنۡ دِيَارِنَا وَاَبۡنَآئِنَا ‌ؕ فَلَمَّا کُتِبَ عَلَيۡهِمُ الۡقِتَالُ تَوَلَّوۡا اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِالظّٰلِمِيۡنَ(246)

246).શું તમે ઈસરાઈલના વંશની ‘મૂસા'ના પછીની જમાઅતને નથી જોઈ જ્યારે તેમણે પોતાના નબીથી કહ્યું કે અમારો એક રાજા બનાવી આપો જેથી અમે
અલ્લાહના માર્ગમાં લડીએ, તેમણે કહ્યું કે બની શકે કે જિહાદ ફર્ઝ થઈ ગયા પછી તમે જિહાદ ન કરો. તેમણે કહ્યું ભલા અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કેમ નહિ કરીએ? અમને તો પોતાના ઘરોમાંથી ઉજાડી દેવામાં અાવ્યા છે, અને સંતાનોથી દૂર કરી દીધા છે. પછી
જયારે તેમના પર જિહાદ ફર્ઝ થયુ, તો સિવાય થોડા માણસોના બધાજ ફરી ગયા અને અલ્લાહ જાલિમોને સારી રીતે જાણે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92