સુરહ બકરહ 247

PART:-134
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-247
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ اِنَّ اللّٰهَ قَدۡ بَعَثَ لَـکُمۡ طَالُوۡتَ مَلِكًا ‌ؕ قَالُوۡٓا اَنّٰى يَكُوۡنُ لَهُ الۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ اَحَقُّ بِالۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةً مِّنَ الۡمَالِ‌ؕ قَالَ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮهُ عَلَيۡکُمۡ وَزَادَهٗ بَسۡطَةً فِى الۡعِلۡمِ وَ الۡجِسۡمِ‌ؕ وَاللّٰهُ يُؤۡتِىۡ مُلۡکَهٗ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(247)

247).અને તેઓને તેમના નબીએ કહ્યું કે અલ્લાહ (તઆલા)એ તાલૂત (એક નામ છે)ને તમારો બાદશાહ બનાવી દીધો છે તો કહેવા લાગ્યા ભલા તેનું અમારા પર રાજય કેવી રીતે હોઈ શકે? તેનાથી ઘણા વધારે રાજયના
અમે હકદાર છીએ તેને તો ધનની વિપુલતા પણ નથી આપવામાં આવી. તે નબીએ કહ્યું, સાંભળો! અલ્લાહ તઆલાએ તેને તમારા પર શ્રેષ્ઠતા આપી છે અને તેને ઈલ્મ તથા શારીરિક શક્તિ પણ વધારે આપી છે. હકીકત વાત એ છે કે અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે
પોતાનો મુલ્ક આપે, અલ્લાહ (તઆલા) કુશાદગીવાળો
અને ઈલ્મવાળો છે.

તફસીર(સમજુતી):-

હજરત તાલૂત તે વંશમાંથી ન હતા જેમાંથી ઈસરાઈલની સંતાનોના રાજાઓનો સિલસિલો ચાલ્યો આવતો હતો, તે ગરીબ અને
સામાન્ય સૈનિક હતા, જેના પર તેમણે અવાજ ઉઠાવ્યો હતો, પયગમ્બરે કહ્યું કે આ મારી પસંદગી નથી, અલ્લાહે તેમને પસંદ
કર્યા છે, પછી પણ નેતૃત્વના માટે માલથી વધારે અક્લ, ઈલ્મ અને શારીરિક તાકાતની જરૂરત હોય છે અને તાલૂત આમાં તમારા કરતા સારા છે. એટલા માટે અલ્લાહે તેમને આ પદ માટે પસંદ કરી લીધા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92