સુરહ બકરહ 256,257


PART:-140
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-256,257
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
لَاۤ اِكۡرَاهَ فِى الدِّيۡنِ‌ۙ قَد تَّبَيَّنَ الرُّشۡدُ مِنَ الۡغَىِّ‌ۚ فَمَنۡ يَّكۡفُرۡ بِالطَّاغُوۡتِ وَيُؤۡمِنۡۢ بِاللّٰهِ فَقَدِ اسۡتَمۡسَكَ بِالۡعُرۡوَةِ الۡوُثۡقٰى لَا انْفِصَامَ لَهَا‌‌ ؕ وَاللّٰهُ سَمِيۡعٌ عَلِيۡمٌ(256)

256).ધર્મના વિષે કોઈ બળજબરી નથી, સત્ય, જૂઠથી
અલગ થઈ ગયુ, એટલા માટે જે માણસ તાગૂત (અલ્લાહ તઆલાના સિવાય બીજા માઅબૂદો)ને નકારી અલ્લાહ (તઅાલા) પર ઈમાન લાવે, તેણે મજબૂત કડુ પકડી લીધું, જે ક્યારેય પણ નહિ તૂટે, અને અલ્લાહ(તઆલા) સાંભળનાર અને જાણનાર છે

તફસીર(સમજુતી):-

આ આયત નાઝિલ થવામાં કહેવાય છે કે કેટલાક અન્સારના લોકો મુસ્લિમ થી યહૂદી અથવા ઈસાઈ થઈ ગયા પછી ફરી મુસલમાન થયા તો તેમણે પોતાની નૌજવાન ઔલાદ ને પણ મુસલમાન બનાવવા જબરજસ્તી કરતાં હતા જેઓ તેમની સાથે યહૂદી અથવા ઈસાઈ થયા હતા જેના પર આ આયત નાઝિલ થઈ
તો કેટલાક મુફસ્સિરીન નુ માનવું છે કે આ આયત એહલે કિતાબવાળા માટે છે જેઓ ઈસ્લામિક દેશમાં રહે અને ટૅક્સ પણ આપે તો તેમને ઈસ્લામ કબુલ કરવા પર મજબૂર ન કરાય, પરંતુ આદેશની દ્રષ્ટિએ આ આયત આમ છે કે કોઈને પણ ઈસ્લામ કબુલ કરવા માટે મજબૂર ન કરી શકાય કારણકે હિદાયત અને ગુમરાહી બન્નેનો ખુલાસો અલ્લાહે કરી દીધો છે.
(અહસનુલ બયાન)
આ સિવાય પણ ઈબ્ને કસીર અને તયસિરુલ કુર્આન માં આ આયત ને અન્ય ઘટનાઓ સાથે સંકળાયેલ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَللّٰهُ وَلِىُّ الَّذِيۡنَ اٰمَنُوۡا يُخۡرِجُهُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوۡرِ‌ؕ وَالَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡلِيٰٓــئُهُمُ الطَّاغُوۡتُۙ يُخۡرِجُوۡنَهُمۡ مِّنَ النُّوۡرِ اِلَى الظُّلُمٰتِ‌ؕ اُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(257)

257).ઈમાનવાળાઓનો સંરક્ષક (વલી) અલ્લાહ (તઆલા) પોતે છે, તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અને કાફિરોના દોસ્ત શયતાન છે, તે તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે, આ લોકો જ જહન્નમી છે. જેઓ તેમાં હંમેશા પડ્યા રહેશે,

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92