સુરહ બકરહ 255

PART:-139
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-255
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡحَـىُّ الۡقَيُّوۡمُۚ  لَا تَاۡخُذُهٗ سِنَةٌ وَّلَا نَوۡمٌ‌ؕ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ مَنۡ ذَا الَّذِىۡ يَشۡفَعُ عِنۡدَهٗۤ اِلَّا بِاِذۡنِهٖ‌ؕ يَعۡلَمُ مَا بَيۡنَ اَيۡدِيۡهِمۡ وَمَا خَلۡفَهُمۡ‌ۚ وَلَا يُحِيۡطُوۡنَ بِشَىۡءٍ مِّنۡ عِلۡمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرۡسِيُّهُ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ‌‌ۚ وَلَا يَــئُوۡدُهٗ حِفۡظُهُمَا ‌ۚ وَ هُوَ الۡعَلِىُّ الۡعَظِيۡمُ(255)

255).અલ્લાહ (તઆલા) જ સાચો માઅબૂદ છે, તેના સિવાય કોઈ માઅબૂદ નથી, જે જીવંત છે,
અને બધાને ટકાવી રાખનાર છે, તેને ન ઉંઘ આવે છે ન ઝોકું, તેની જ બાદશાહી છે ધરતી અને
આકાશની બધી વસ્તુઓ પર, કોણ છે જે તેના હુકમ વગર તેના સામે ભલામણ કરી શકે , તે જાણે
છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે,અને તેઓ તેના ઈલ્મમાંથી કોઈ વસ્તુનો ઘેરો નથી
કરી શકતા, પરંતુ તે જેટલું ઈચ્છે  તેની કુર્સીની વિશાળતાએ ધરતી અને આકાશને ઘેરી લીધેલ છે, તે અલ્લાહ (તઆલા) તેની સુરક્ષાથી ન થાકે છે અને ન ઉબકે છે, તે તો ઘણો મહાન અને ઘણો ઉચ્ચ છે

તફસીર(સમજુતી:-

આ આયતુલ કુર્સી છે. સહીહ હદીસોમાં તેનું ખુબ જ મહત્વ વર્ણન કરેલ છે, જેમ કે આ કુરઆનની સૌથી મહાનતાવાળી આયત છે, તેને રાત્રે પઢવાથી શયતાનથી સુરક્ષિત રહેવાય છે, તેને દરેક નમાઝ પછી પઢવી જોઈએ. (ઈબ્ને કસીર).

કુર્સી કેટલાકે પગ મુકવાની જગ્યા, કેટલાકે તાકાત, કેટલાકે બાદશાહી, અને કેટલાકે અર્શનો મતલબ લીધેલ છે પરંતુ અલ્લાહ (તઆલા)ના ગુણો અને શ્રેષ્ઠતાઓના વિષે મોહદ્દિસીન અને બુઝુર્ગોનો એ જ અભિપ્રાય છે કે અલ્લાહ (તઆલા)ના ગુણો જેવી રીતે કુરઆન અને હદીસમાં વર્ણન કરવામાં આવ્યા છે તેને કોઈ તર્ક-વિતર્ક વગર તેના પર ઈમાન રાખવું જોઈએ. એટલા માટે આ જ ઈમાન રાખવું જોઈએ કે હકીકતમાં કુર્સી છે જે અર્શથી અલગ છે. આ કેવા પ્રકારની છે, તેના પર તે કેવી રીતે બેસે છે ? તેનું વર્ણન આપણે નથી કરી શકતા
કેમ કે તેની કૈફિયત અને હકીકતના વિષે આપણને ઈલ્મ નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92