સુરહ બકરહ 249,250

PART:-136
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-249
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَلَمَّا فَصَلَ طَالُوۡتُ بِالۡجُـنُوۡدِۙ قَالَ اِنَّ اللّٰهَ مُبۡتَلِيۡکُمۡ بِنَهَرٍ‌ۚ فَمَنۡ شَرِبَ مِنۡهُ فَلَيۡسَ مِنِّىۡ‌ۚ وَمَنۡ لَّمۡ يَطۡعَمۡهُ فَاِنَّهٗ مِنِّىۡٓ اِلَّا مَنِ اغۡتَرَفَ غُرۡفَةً ۢ بِيَدِهٖ‌‌ۚ فَشَرِبُوۡا مِنۡهُ اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ‌ؕ فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ ۙ قَالُوۡا لَا طَاقَةَ لَنَا الۡيَوۡمَ بِجَالُوۡتَ وَجُنُوۡدِهٖ‌ؕ قَالَ الَّذِيۡنَ يَظُنُّوۡنَ اَنَّهُمۡ مُّلٰقُوا اللّٰهِۙ کَمۡ مِّنۡ فِئَةٍ قَلِيۡلَةٍ غَلَبَتۡ فِئَةً کَثِيۡرَةً ۢ بِاِذۡنِ اللّٰهِ‌ؕ وَاللّٰهُ مَعَ الصّٰبِرِيۡنَ(249)

249).પછી જ્યારે તાલૂત સેના લઈ નીકળ્યો તો કહ્યું સાંભળો! એક નદી ના જરીએ અલ્લાહને તમારી કસોટી કરવી છે તો જે તેનાથી પાણી પીએ તે મારો નથી
અને જે તેમાંથી ન પીએ તે મારો છે, તે વાત અલગ છે જે પોતાના હાથથી એક ખોબો ભરી લે, તો થોડાકના સિવાય બાકી બધાએ પાણી પી લીધું, (હઝરત) તાલૂત
જ્યારે નદીથી પાર થઈ ગયા અને જે તેમના સાથે ઈમાનવાળા હતા તો તેમણે કહ્યું કે આજે તો અમારામાં શક્તિ નથી કે જાલૂત અને તેના સૈન્યથી લડીએ, પરંતુ
જેમને અલ્લાહથી મળવાનું યકીન હતું તેમણે કહ્યું કે ઘણી નાની જમાઅત અલ્લાહના હુકમથી મોટી જમાઅત પર વિજય પ્રાપ્ત કરી લે છે અને અલ્લાહ સબ્ર
કરનારાઓની સાથે છે.

તફસીર(સમજુતી):-

આ નદી જોર્ડન અને ફિલીસ્તીનની વચ્ચે છે. (ઈબ્ને કસીર)

આ ઈમાનવાળાઓએ પણ જ્યારે શરૂઆતમાં દુશ્મનોની મોટી સંખ્યા જોઈ, તો પોતાની ઓછી સંખ્યા જોઈને એ વાતને સ્પષ્ટ કરી, જેના પર તેમના આલિમો અને તેમનાથી વધારે ઈમાન રાખનારાઓએ કહ્યું કે, સફળતા સંખ્યામાં વધારો અને હથિયારના આધાર પર નથી મળતી, પરંતુ અલ્લાહ તઆલાની ઈચ્છા પર આધારિત છે અને અલ્લાહ તઆલાનું સમર્થન પ્રાપ્ત કરવા માટે સબ્ર હોવું જરૂરી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَمَّا بَرَزُوۡا لِجَـالُوۡتَ وَجُنُوۡدِهٖ قَالُوۡا رَبَّنَآ اَفۡرِغۡ عَلَيۡنَا صَبۡرًا وَّثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡکٰفِرِيۡنَؕ(250)

250. અને જયારે તેમનો જાલૂત અને તેના સૈન્યથી મુકાબલો થયો, તો તેમણે દુઆ કરી, “હે અમારા
પાલનહાર.! અમને સબ્ર આપ અને અમારા કદમ જમાવી દે અને કાફિર કોમ પર અમારી મદદ કર."

તફસીર(સમજુતી):-

જાલૂત તે દુશ્મન કોમનો સેનાપતિ હતો, જેનાથી તાલૂત અને સાથીઓથી મુકાબલો હતો. આ અમાલકાની કોમ હતી જે પોતાના સમયમાં યોદ્ધા અને બહાદુર લોકો સમજવામાં આવતા હતા. તેમની આ પ્રસિધ્ધિના કારણે ઠીક
જંગના સમયે ઈમાનવાળાઓએ અલ્લાહના દરબારમાં સબ્ર અને મજબૂતી માટે અને કુફની સામે
ઈમાનવાળાઓને વિજય અને સફળતાની દુઆ કરી. એટલે કે ભૌતિક કારણોની સાથે સાથે ઈમાનવાળાઓ માટે જરૂરી છે કે અલ્લાહ તરફથી સફળતા અને વિજય માટે ખાસ તરીકાથી દુઆ કરે, જેવી રીતે બદ્રની જંગ વખતે
નબી (સ.અ.વ)એ ઘણી આજીજી અને વિનમ્રતાથી વિજય અને સફળતા માટે દુઆ કરી હતી જેને અલ્લાહે કબૂલ કરી જેના કારણે મુસલમાનોની થોડી સંખ્યાએ કાફિરોની મોટી સંખ્યા પર વિજય પ્રાપ્ત કર્યો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92