સુરહ બકરહ 248

PART:-135
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-248
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ اِنَّ اٰيَةَ مُلۡکِهٖۤ اَنۡ يَّاۡتِيَکُمُ التَّابُوۡتُ فِيۡهِ سَکِيۡنَةٌ مِّنۡ رَّبِّکُمۡ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ اٰلُ مُوۡسٰى وَاٰلُ هٰرُوۡنَ تَحۡمِلُهُ الۡمَلٰٓئِكَةُ‌ ؕ اِنَّ فِىۡ ذٰلِكَ لَاٰيَةً لَّـکُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(248)

248).અને તેઓના નબીએ ફરી તેમને કહ્યું, તેના મુલ્કની સ્પષ્ટ નિશાની એ છે કે તમારા પાસે તે સંદૂક આવી જશે. જેમાં તમારા રબ તરફથી દિલના સુકૂનનો
સામાન છે અને મૂસાની સંતાન અને હારૂનની સંતાને બાકી છોડેલો સામાન છે, ફરિશ્તાઓ તેને ઉઠાવીને લાવશે, બેશક આ તો તમારા માટે સ્પષ્ટ નિશાની છે જો
તમે ઈમાનવાળા છો.

તફસીર(સમજુતી):-

સંદુક એટલે તાબૂત, જે તોબથી છે, જેનો અર્થ પલટવુ છે, કેમ કે ઈસરાઈલની સંતાન તબર્રુકના માટે તેની તરફ પલટતા હતા. (ફતહુલ કદીર) આ તાબૂતમાં હજરત મૂસા અને હારૂન (અ.સ)ની પવિત્ર વસ્તુઓ હતી, આ તાબૂત પણ તેમના દુશ્મન તેમનાથી છીનવીને લઈ ગયા હતા. આ તાબૂત અલ્લાહ તઆલાએ નિશાનીના તૌર પર ફરિશ્તાઓ વડે હજરત તાલૂતના ઘરના દરવાજા પર મુકાવી દીધુ, જેને જોઈ ઈસરાઈલની સંતાનો ખુશ થઈ
અને તેને અલ્લાહ તઆલા તરફથી નિશાની માનીને તાલૂતને પોતાનો રાજા માની લીધો અને અલ્લાહ
તઆલાએ પણ તેને તેમના માટે એક ચમત્કાર તથા વિજય અને સબ્રનુ કારણ બનાવી દીધા. સકીનતનો અર્થ છે અલ્લાહ તરફથી ખાસ મદદ ઉતરવી જેને તે પોતાના ખાસ બંદાઓ પર ઉતારે છે જેના કારણે ભયાનક જંગમાં
મોટા-મોટા બહાદુરોના દિલ થરથરે છે તો ઈમાનવાળાઓના દિલ દુશ્મનના ડર અને ધાકથી ખાલી અને વિજય તથા સફળતાની ઉમ્મીદથી ભરેલા હોય છે. આનાથી માલુમ થયું કે નબીઓના અવશેષ અલ્લાહના હુકમથી જરૂર શ્રેષ્ઠતા અને ઉપયોગિતા રાખે છે પરંતુ તે જરૂરી છે કે સાચા તરીકાથી તેમની હોય, જેવી રીતે આ તાબૂતમાં
હકીકતમાં હજરત મૂસા અને હારૂનની પવિત્ર વસ્તુઓ હતી, પરંતુ જેવી રીતે આજકાલ ઘણી જગ્યાએ મુકદ્દસ
તબર્રુંક કહીને ઘણી વસ્તુઓ છે જેનું કોઈ ઐતિહાસીક પ્રમાણ પૂરી રીતે સાબિત નથી થતું, એજ રીતે પોતાની બનાવેલી વસ્તુથી પણ કંઈ પ્રાપ્ત નથી થતુ, જેવી રીતે કેટલાક લોકો નબી (સ.અ.વ)ના પગરખાં સમાન બનાવી પોતાની પાસે રાખવાને અથવા ઘરોમાં લટકાવવાને અથવા ખાસ તરીકાથી બનાવી તકલીફ દૂર કરવાને અને
દિલની મુરાદ પુરી કરનાર સમજે છે એ જ રીતે કબ્રો પર વલીઓના નામના ચઢાવા ને પવિત્ર વસ્તુ અને ત્યાંના સામાન્ય ખોરાકને પવિત્ર વસ્તુ સમજે છે જો કે અલ્લાહના સિવાય બીજાના નામ પર ચઢાવો જે શિર્કના દાયરામાં આવે છે. તેનું ખાવુ ખાસ કરીને હરામ છે. કબ્રોને ગુસલ કરાવવામાં આવે છે અને તેનું પાણી પવિત્ર સમજવામાં
આવે છે જયારે કે કબ્રોને ગુસલ કરાવવું ખાનાએ કાઅબાના ગુસલની નકલ છે જે કોઈ પણ રીતે જાઈઝ (માન્ય) નથી આ ગંદુ પાણી પવિત્ર કઈ રીતે હોઈ શકે આ બધી વાતો નાજાઈઝ (અમાન્ય) છે. તેનું ધાર્મિક નિયમોમાં કોઈ અસલ નથી.











                 
                     









Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92