સુરહ બકરહ 229,230

PART:-126
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-229,230

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلطَّلَاقُ مَرَّتٰنِ‌ ۖ فَاِمۡسَاكٌ ۢ بِمَعۡرُوۡفٍ اَوۡ تَسۡرِيۡحٌ ۢ بِاِحۡسَانٍ‌ ؕوَلَا يَحِلُّ لَـکُمۡ اَنۡ تَاۡخُذُوۡا مِمَّآ اٰتَيۡتُمُوۡهُنَّ شَيۡــئًا اِلَّاۤ اَنۡ يَّخَافَآ اَ لَّا يُقِيۡمَا حُدُوۡدَ اللّٰهِ‌ؕ فَاِنۡ خِفۡتُمۡ اَ لَّا يُقِيۡمَا حُدُوۡدَ اللّٰهِۙ فَلَا جُنَاحَ عَلَيۡهِمَا فِيۡمَا افۡتَدَتۡ بِهٖؕ‌ تِلۡكَ حُدُوۡدُ اللّٰهِ فَلَا تَعۡتَدُوۡهَا ‌ۚ‌ وَمَنۡ يَّتَعَدَّ حُدُوۡدَ اللّٰهِ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(229)

229).આ તલાકો બે વાર છે પછી તેને ભલાઈથી રોકવી અથવા જાઈઝ તરીકાથી છોડી દેવી અને તમારા માટે સારૂ નથી કે તમે તેમને જે આપ્યું છે તેમાંથી કંઈ પણ લો, હા! એ વાત અલગ છે કે બંનેને અલ્લાહની હદ કાયમ ન રાખવાનો ડર હોય, એટલા માટે જો તમને
ડર હોય કે આ બંને અલ્લાહની હદો કાયમ નહિ રાખી શકે, તો સ્ત્રી આઝાદ થવા માટે કંઈ આપી દે, તેમાં બંને પર કોઈ ગુનોહ નથી, આ અલ્લાહની હદો છે.હોંશિયાર! એનાથી આગળ ન વધો અને જે લોકો અલ્લાહની હદોને ઓળંગે છે તેઓ જ જાલિમ છે.

તફસીર(સમજુતી):-

જાહિલયત ના ઝમાનામા તલાક આપવી અને રજુઅ ની કોઈ હદ ન હતી જેથી ઔરતો પર ઝુલ્મ થતો એટલે અલ્લાહ એ હદ નક્કી કરી કે તે તલાક જેમાં પતિને ૨જુઅનો હક છે તે બે વાર છે પ્રથમવાર તલાક પછી પણ અને બીજીવાર તલાક પછી પણ પતિ પોતાની પત્નીથી સંબંધ ફરીથી કાયમ કરી શકે છે, ત્રીજીવાર તલાક આપ્યા પછી આ સંબંધ સ્થાપિત કરવાનો હક નથી.

એટલે કે સંબંધ કાયમ કરી તેને સારી રીતે વસાવે.
એટલે કે ત્રીજીવાર તલાક આપીને.

તેમાં ‘ખુલઅ’નું બયાન છે જેના અનુસાર પત્ની પોતાના પતિથી સંબંધ તોડવા ઈચ્છે તો તે સ્થિતિમાં પતિને હક છે કે તે પોતાની મહેર પાછી લઈ લે. પતિ જો સંબંધ તોડવાનું કબૂલ ન કરે, તો અદાલત પતિને તલાક આપવાના હુકમ કરશે, જો તે તેને ન માને તો અદાલત નિકાહ ખત્મ કરી દેશે. એટલે કે આ ‘ખુલઅ’ તલાકના જરીએ પણ થઈ શકે છે અને તોડવાના જરીએ પણ બંને સ્થિતિમાં ઈદત એક માસિક સ્ત્રાવ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنۡ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنۡۢ بَعۡدُ حَتّٰى تَنۡكِحَ زَوۡجًا غَيۡرَهٗ ‌ؕ فَاِنۡ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيۡهِمَآ اَنۡ يَّتَرَاجَعَآ اِنۡ ظَنَّآ اَنۡ يُّقِيۡمَا حُدُوۡدَ اللّٰهِ‌ؕ وَتِلۡكَ حُدُوۡدُ اللّٰهِ يُبَيِّنُهَا لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(230)

230).પછી જો તેને (ત્રીજી વાર) તલાક આપી દે,તો હવે તે તેના માટે હલાલ (વૈદ્ય) નથી જયાં સુધી કે તે
સ્ત્રી બીજા સાથે નિકાહ ન કરે, પછી જો તે તલાક આપી
દે તો તે બંનેને મેલજોલ કરી લેવામાં કોઈ ગુનોહ નથી, જયારે કે તેઓ જાણી લે કે અલ્લાહની હદોને કાયમ રાખી શકશે, આ અલ્લાહ (તઆલા)ની હદો છે જેને તે જાણનારાઓના માટે વર્ણન કરી રહ્યો છે. 

તફસીર(સમજુતી):- 

 આ તલાકથી આશય ત્રીજી તલાક છે તેના પછી પતિને ન તો સંબંધ સ્થાપિત કરવાનો હક છે અને ન નિકાહ કરવાનો, હવે આ સ્ત્રી બીજા પુરૂષથી નિકાહ કરે અને તે પોતાની મરજીથી તલાક આપે અથવા તેનું મૃત્યુ થાય,
તો તેના પછી તે પોતાના પહેલા પતિથી નિકાહ કરી શકે છે, પરંતુ આપણા દેશમાં તો આ પ્રકારના ‘હલાલા' કરવા અને કરાવવાનો કુરિવાજ છે નબી (સ.અ.વ)એ આવા ‘હલાલા' કરનાર અને કરાવનાર પર લાનત (ફિટકાર)
કરેલ છે - ‘હલાલા’ને કારણે કરેલ નિકાહ, નિકાહ નથી હોતા. તે ઝિના (વ્યભિચાર) છે આ નિકાહથી સ્ત્રી પોતાના પતિ માટે હલાલ થશે નહિં.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92