સુરહ બકરહ 225,226,227,228

PART:-125
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-225,226
                        227,228
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغۡوِ فِىۡٓ اَيۡمَانِكُمۡ وَلٰـكِنۡ يُّؤَاخِذُكُمۡ بِمَا كَسَبَتۡ قُلُوۡبُكُمۡ‌ؕ وَاللّٰهُ غَفُوۡرٌ حَلِيۡمٌ(225)

225).અલ્લાહ (તઆલા) તમને તમારી તે કસમો પર નહિ પકડે જે મજબૂત ન હોય.' હા તમારી પકડ એ વસ્તુ પર છે જે તમારા દિલોનો અમલ છે અલ્લાહ (તઆલા)માફ કરનાર સહનશીલ છે.

તફસીર(સમજુતી):-

એટલે કે જે સમજ્યા વિચાર્યા વગર અને આદતની રીતે હોય, પરંતુ જાણીજોઈને કસમ ખાવા પર મોટો ગુનોહ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لِّـلَّذِيۡنَ يُؤۡلُوۡنَ مِنۡ نِّسَآئِهِمۡ تَرَبُّصُ اَرۡبَعَةِ اَشۡهُرٍ‌‌ۚ فَاِنۡ فَآءُوۡ فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(226)

226).જે લોકો પોતાની પત્નીઓથી (ન મળવાની) કસમ ખાય તેમના માટે ચાર મહિનાઓની મુદ્દત છે, પછી જો તે પરત આવે
તો અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

જો કોઈ પતિ કસમ ખાઈ લે કે હું મારી પત્નીની સાથે એક માસ અથવા બે માસ (ઉદાહરણ તરીકે) સંબંધ નહિ રાખું,પછી કસમની મુદ્દત પૂરી કરી કોઈ સંબંધ સ્થાપિત કરે છે તો કોઈ સજા નથી, અને જો પછી કસમની મુદત પુરી થવા પહેલા સંબંધ સ્થાપિત કરી લે તો કસમ તોડવાનો કફફારો આપવો
પડશે. જો ચાર માસની મુદતથી વધારે અથવા વગર મુદતની કસમ ખાધી છે તો તેમના માટે આ આયતમાં મુદત નકકી કરી દેવામાં આવી છે કે તે ચાર માસ પછી જો ઈચ્છે તો સંબંધ સ્થાપિત કરી લે અથવા તેમને તલાક આપી
દે (તેને ચાર માસથી વધારે લટકાવી રાખવાનો હુકમ નથી) પ્રથમ સ્થિતિમાં તેને કસમ તોડવાની સજા ભોગવવી પડશે અને બંનેમાંથી કોઈ સ્થિતિ અપનાવશે નહિં તો અદાલત તેમને બેમાંથી એક સ્થિતિ અપનાવવા પર મજબુર કરશે કે તે તેણીથી સંબંધ સ્થાપિત કરી દે અથવા તલાક આપી દે જેથી સ્ત્રી પર જુલમ ન થાય. (ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌ(227)

227).અને જો તલાકનો જ ઈરાદો કરી લે, તો અલ્લાહ (તઆલા) ઘણો સાંભળનાર અને જાણનાર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالۡمُطَلَّقٰتُ يَتَرَ بَّصۡنَ بِاَنۡفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوۡٓءٍ ‌ؕ وَلَا يَحِلُّ لَهُنَّ اَنۡ يَّكۡتُمۡنَ مَا خَلَقَ اللّٰهُ فِىۡٓ اَرۡحَامِهِنَّ اِنۡ كُنَّ يُؤۡمِنَّ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ وَبُعُوۡلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِىۡ ذٰ لِكَ اِنۡ اَرَادُوۡٓا اِصۡلَاحًا ‌ؕ وَلَهُنَّ مِثۡلُ الَّذِىۡ عَلَيۡهِنَّ بِالۡمَعۡرُوۡفِ‌ ۖ وَلِلرِّجَالِ عَلَيۡهِنَّ دَرَجَةٌ ‌ ؕ وَاللّٰهُ عَزِيۡزٌ حَكِيۡمٌ(228)

228).તલાકવાળી સ્ત્રીઓ પોતે પોતાને ત્રણ માસિક સુધી રોકી
રાખે. તેમના માટે માન્ય નથી કે અલ્લાહે તેમના ગર્ભમાં જે પેદા
કર્યું હોય તેને છુપાવે, જો તેમને અલ્લાહ (તઆલા) પર અને
ક્યામતના દિવસ પર ઈમાન હોય. તેમના પતિને આ મુદ્દતમાં તેમને પરત લાવવાનો પૂરો હક છે, જો તેમનો ઈરાદો સુધારનો હોય, સ્ત્રીઓના પણ તેવા જ હક છે, જેવા તેમના પર પુરૂષોના છે ભલાઈના સાથે. હા, પુરૂષોની સ્ત્રીઓ પર શ્રેષ્ઠતા છે અને
અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

તેનાથી આશય તે તલાકવાળી સ્ત્રીઓ છે જે ગર્ભવતી પણ ન હોય (કારણ કે ગર્ભવતી સ્ત્રીના માટે પ્રસવની મુદત નક્કી છે.) જેને સહશયનથી પહેલા જ તલાક થઈ ગઈ હોય તે પણ નહિં (કેમ કે તેની કોઈ ઈદત જ નથી) ઘરડી પણ ન હોય જેને માસિક સ્ત્રાવ આવવાનું બંધ થઈ ગયુ હોય (કેમ કે તેમની ઈદ્દત ત્રણ માસ છે.)

 પાછા ફરવાથી પતિનો આશય જો પરેશાન કરવાનો ન હોય તો પતિને ઈદતની અંદર પાછા ફરવાનો પૂરો હક છે.પત્નીના વલીને તેમાં રૂકાવટ નાખવાનો કોઈ હક નથી.

એટલે કે તે બંનેના હકો એકબીજાથી મલતા-જુલતા છે જેને પુરા કરવા માટે બંને ધાર્મિક નિયમોથી બંધાયેલ છે.
પરંતુ પુરૂષને સ્ત્રી પર શ્રેષ્ઠતા પ્રાકૃતિક શક્તિમાં, જિહાદના હુકમમાં, સંપત્તિની વહેંચણીમાં સ્ત્રીથી બમણું પુરૂષને , તલાક અને પાછા ફરવાના હક વગેરેમાં પ્રાપ્ત છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92