33,34 સુરહ બકરહ(2)




PART:-22
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-33,34)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
قَالَ یٰۤاٰدَمُ اَنۡۢبِئۡہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۚ فَلَمَّاۤ اَنۡۢبَاَہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۙ قَالَ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ اِنِّیۡۤ اَعۡلَمُ غَیۡبَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۙ وَ اَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَ مَا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿۳۳﴾

33).પછી અલ્લાહે આદમને કહ્યું, ''તમે આમને એ વસ્તુઓના નામ બતાવો.'' જ્યારે તેેણે એમને તે બધાના નામ બતાવી દીધા, તો અલ્લાહે ફરમાવ્યું, ''મેં તમને કહ્યું ન હતું કે હું આકાશો અને ધરતીની તે સમગ્ર હકીકતો જાણું છું જે તમારાથી છુપાયેલી છે. જે કંઈ તમે જાહેર કરો છો, તેની પણ મને ખબર છે અને જે કંઈ તમે છુપાવો છો, તેને પણ હું જાણું છું.''
➖➖➖➖➖➖➖➖➖
وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰی وَ اسۡتَکۡبَرَ ٭۫ وَ کَانَ مِنَ الۡکٰفِرِیۡنَ ﴿۳۴﴾

34).પછી જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે આદમ સામે ઝૂકી જાઓ, ત્યારે સૌ ઝૂકી ગયા, પરંતુ ઇબ્લીસે ઇન્કાર કર્યો. તે પોતાની મોટાઈના ઘમંડમાં પડી ગયો અને અવજ્ઞાકારીઓમાં સામેલ થઈ ગયો.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).આયત નંબર 33 ની તફસીર ઈબ્ને-કષીર માં નથી

2).આ સજદો ફકત આદમ અ.સ. ના સમ્માન પુરતો હતો ઈબાદત માટે નો નહીં

અને ઈબ્લીસે સજદો કરવાની ના પાડી અને તે ઝલીલ થયો કુરઆન ના અનુસાર ઈબ્લીસ જીન્નાત છે પણ અલ્લાહ એ તેને સમ્માન સ્વરૂપે ફરિશ્તાઓ માં દાખલ કરી દીધો. અલ્લાહ ના હુકમ થી ઈબ્લીસ ને પણ સજદો કરવો જરૂરી હતો પણ હસદ અને ગંમડ ના લીધે તેણે સજદો કરવાની ના પાડી અને તેનું આ પાપ એ તેને કાફિર હોવાને સાબિત કરી દીધો
〰〰〰〰〰〰〰〰〰〰〰














Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92