35,36:સુરહ બકરહ(2)


PART:-23
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-35,36)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
وَ قُلۡنَا یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ وَ کُلَا مِنۡہَا رَغَدًا حَیۡثُ شِئۡتُمَا ۪ وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۵﴾

35).પછી અમે આદમને કહ્યું, ''તમે અને તમારી પત્ની, બંને જન્નતમાં રહો, અને અહીં મુક્તપણે જે ચાહો તે ખાઓ, પરંતુ તે વૃક્ષની નજીક ન જશો, નહીં તો જાલિમોમાં ગણાશો.
➖➖➖➖➖➖➖➖➖
فَاَزَلَّہُمَا الشَّیۡطٰنُ عَنۡہَا فَاَخۡرَجَہُمَا مِمَّا کَانَا فِیۡہِ ۪ وَ قُلۡنَا اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۳۶﴾

36).છેવટે શેતાને તે બંનેને તે વૃક્ષનું પ્રલોભન આપીને અમારા આદેશ-પાલનમાંથી ચલિત કરી દીધા અને તેમને તે સ્થિતિમાંથી કઢાવીને રહ્યો, જેમાં તેઓ હતા. અમે આદેશ આપ્યો કે, ''હવે તમે બધા અહીંથી ઊતરી જાઓ, તમે એકબીજાના શત્રુ છો અને તમારે એક નિશ્ચિત મુદૃત સુધી ધરતી ઉપર મુકામ અને ત્યાં જ નિર્વાહ કરવાનો છે.''
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)
1).અહીંયા આદમ અ.સ. ની એક વધારા ની ફઝીલત બયાન કરી કે જન્નત માં ખાવા-પીવાની તમામ છુટ આપીને, સિવાય એક વૃક્ષ નુ ફળ
આ વૃક્ષ શાનુ છે તેની હદીષો માં સાબિતી સાથે માહિતી નથી

2).શૈતાને અલ્લાહ ની વિરુદ્ધ ધારણા અને દલીલ કરીને અલ્લાહ ની પરવાનગી માગીને આદમ અ.સ. ને ફુસલવ્વામા સફળ થયો જેથી અલ્લાહ એ બન્ને ને એકબીજા ના શત્રુ જાહેર કરી ને જન્નતમાંથી કાઢી મુકયા
〰〰〰〰〰〰〰〰〰〰〰














Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92