સુરહ અલ્ અઅ્-રાફ 65,66,67,68,69

 PART:-483

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


આદ કોમ અને તેમના પયગંબર હૂદ(અ.સ)


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 65,66,67,68,69 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَاِلٰى عَادٍ اَخَاهُمۡ هُوۡدًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ(65)


(65). અને આદ તરફ તેમના ભાઈ (રસૂલ) હૂદને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, શું તમે ડરતા નથી?"


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ આદ કોમ પહેલી હતી જેમના મકાનો યમનના રેતાળ પહાડોમાં હતા અને પોતાની તાકાત અને શક્તિમાં બેમિસાલ હતા, તેમના તરફ તેમની જ જાતિના એક માણસ હજરત હૂદ રસૂલ બનીને આવ્યા.

=======================


قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖۤ اِنَّا لَــنَرٰٮكَ فِىۡ سَفَاهَةٍ وَّاِنَّا لَــنَظُنُّكَ مِنَ الۡـكٰذِبِيۡنَ(66)


قَالَ يٰقَوۡمِ لَـيۡسَ بِىۡ سَفَاهَةٌ وَّلٰـكِنِّىۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِيۡنَ‏(67)


اُبَلِّغُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَاَنَا لَـكُمۡ نَاصِحٌ اَمِيۡنٌ‏(68)


(66). તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું, “અમે તો તમને મૂર્ખ સમજીએ છીએ, બેશક અમે તમને જૂઠાઓમાં ગણીએ છીએ.”


(67). (હૂદે) કહ્યું, “હે મારી કોમના લોકો! મારામાં મૂર્ખતા નથી. પરંતુ હું દુનિયાના ૨બનો રસૂલ છું.

 

(68). હું તમને પોતાના રબનો સંદેશો પહોંચાડું છું. અને તમારો વિશ્વાસુ હિતેચ્છું છું.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


તેમના નજીક મૂર્ખતા એ હતી કે અમારા બાપ-દાદાઓ વર્ષોથી મૂર્તિ પૂજા કરતા આવ્યા છે તેને છોડીને એક જ મા'બૂદ( પૂજ્ય) ની ઈબાદત કરીએ

=======================

 

 اَوَعَجِبۡتُمۡ اَنۡ جَآءَكُمۡ ذِكۡرٌ مِّنۡ رَّبِّكُمۡ عَلٰى رَجُلٍ مِّنۡكُمۡ لِيُنۡذِرَكُمۡ‌ ؕ وَاذۡكُرُوۡۤا اِذۡ جَعَلَـكُمۡ ۚ خُلَفَآءَ مِنۡۢ بَعۡدِ قَوۡمِ نُوۡحٍ وَّزَادَكُمۡ فِى الۡخَـلۡقِ بَصۜۡطَةً‌‌ فَاذۡكُرُوۡۤا اٰ لَۤاءَ اللّٰهِ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ(69)


(69). શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી કોઈ ઉપદેશની વાત તમારામાંથી એક પુરૂષ પાસે આવી છે ? જેથી તે તમને બાખબર કરે, તમે યાદ કરો જ્યારે કે (અલ્લાહે) તમને નૂહની કોમ પછી તેમની જગ્યાએ કરી દીધા અને તમારી કાયાને વધારે મોટી કરી, એટલા માટે તમે અલ્લાહની ને’મતોને યાદ કરો જેથી કામયાબ થઈ જાઓ.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


"નૂહની કોમ પછી" એટલે કે તેમની નસબ આદ બિન ઈરમ બિન અવસ બિન સામ બિન નૂહ(અ.સ.) ની ઔલાદ હતાં. આ આદેઊલા (આદ કોમમાં પહેલાં) જેઓ જંગલોમાં આલિશાન મકાનોમાં રહેતા હતા.


"કાયાને વધારે મોટી કરી" એટલે કે કદ મા લાંબા અને પહોળા અને આના જેવા તાકાતવાળાઓ બીજા ન હતાં જેવી રીતે કે અલ્લાહે બીજી જગ્યાએ ફરમાવ્યું કે "આના જેવી તાકાત વ કુવ્વત વાળી બીજી કોમ પેદા નથી કરી (અલ ફજર ૮) 


અને આ કોમ પોતાની તાકાતના ઘમંડમાં કહેતી હતી કે "છે કોઈ અમારાથી વધારે તાકાતવર"

તો અલ્લાહ ફરમાવે છે "જેણે તમને પૈદા કર્યા તે તમારાથી વધારે તાકાતવર છે" (હા મીમ સજદહ-૧૫)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92