સુરહ અલ્ અઅ્-રાફ 100,101,102

 PART:-495

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


               દિલો પર મહોર


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 100,101,102 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


اَوَلَمۡ يَهۡدِ لِلَّذِيۡنَ يَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَهۡلِهَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ‌ ۚ وَنَطۡبَعُ عَلٰى قُلُوۡبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُوۡنَ(100)


(100). તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


એટલે કે ગુનાહોના પરિણામે ફક્ત અઝાબ નથી આવતો પરંતુ દિલો ઉપર તાળા પણ લાગી જાય છે પછી મોટા મોટા અઝાબો પણ તેમને ગફલતની ઊંઘમાંથી જગાડી શકતા નથી.


અહીં પણ અલ્લાહ ફરમાવે છે કે જેવી રીતે ગુઝરેલ કોમોને તેમના ગુનાહોના સબબ હલાક કરી દેવામાં આવ્યા, જો અમે ઈચ્છીએ તો તમને પણ તમારી કરતૂતો ના સબબે હલાક કરી દઈએ અને બીજી વાત એ કે લગાતાર ગુનાહોના લીધે દિલો પર મહોર મારી દેવામાં આવે છે જેથી હકની અવાજ સાંભળી શકતા નથી અને તેમના માટે કરેલ નસીહત બેકાર બની જાય છે.

=======================


تِلۡكَ الۡقُرٰى نَقُصُّ عَلَيۡكَ مِنۡ اَنۡۢبَآئِهَا‌ ۚ وَلَقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُهُمۡ بِالۡبَيِّنٰتِ‌ ۚ فَمَا كَانُوۡا لِيُؤۡمِنُوۡا بِمَا كَذَّبُوۡا مِنۡ قَبۡلُ‌ ؕ كَذٰلِكَ يَطۡبَعُ اللّٰهُ عَلٰى قُلُوۡبِ الۡكٰفِرِيۡنَ(101)


(101). આ શહેરોની કેટલીક ઘટનાઓ અમે તમને બતાવી રહ્યા છીએ અને તેમના રસૂલ તેમના પાસે દલીલો સાથે આવ્યા પછી પણ જેને તેઓએ પહેલા ન માની તેને પછી માનવાને લાયક ન રહ્યા, આવી રીતે અલ્લાહ કાફિરોના દિલો પર મહોર મારી દે છે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


અહીં દલીલો નો અર્થ એક તો દલીલ અને બીજો મોઝિઝા(ચમત્કાર).


 અને રસૂલો દ્રારા જ્યાં સુધી હુજ્જત લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી અઝાબ નથી મોકલતા. (જ્યાં સુધી રસુલ નથી મોકલતા ત્યાં સુધી અઝાબ નથી મોકલતા-બની ઈસરાઈલ:-૧૫)

=======================


وَمَا وَجَدۡنَا لِاَكۡثَرِهِمۡ مِّنۡ عَهۡدٍ‌ۚ وَاِنۡ وَّجَدۡنَاۤ اَكۡثَرَهُمۡ لَفٰسِقِيۡنَ‏(102)


(102). અને અમે તેમનામાંથી ઘણાં ખરા લોકોને વચનનું પાલન કરતા ન જોયા અને અમે તેમનામાં મોટા ભાગનાઓને ફાસિક (અવજ્ઞાકારી) જોયા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92