સુરહ અલ્ અઅ્-રાફ 55,56

 PART:-479

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


    દુઆ આજીજી થી, ઈબાદત ખુલૂસ થી


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 55,56 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


اُدۡعُوۡا رَبَّكُمۡ تَضَرُّعًا وَّخُفۡيَةً‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ‌(55)


(55). પોતાના રબને કરગરીને અને ધીમેથી પણ પોકારો, તે હદથી વધી જનારાઓને મોહબ્બત નથી કરતો.

=======================


وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا وَادۡعُوۡهُ خَوۡفًا وَّطَمَعًا‌ ؕ اِنَّ رَحۡمَتَ اللّٰهِ قَرِيۡبٌ مِّنَ الۡمُحۡسِنِيۡنَ(56)


(56). અને ધરતીમાં સુધાર પછી બગાડ પેદા ન કરો, અને ડર તથા ઉમ્મીદ સાથે તેની બંદગી કરો, બેશક અલ્લાહની કૃપા નેક લોકોની નજીક છે.*



તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ આયતમાં ચાર પ્રકારની તાલીમ આપવામાં આવી છે. 

(1) અલ્લાહથી રોઈને અથવા ધીમા અવાજે દુઆ

કરવામાં આવે. 

(2) દુઆમાં અતિરેક ન કરવામાં આવે એટલે કે પોતાના પદ અને તાકાતથી વધારે દુઆ ન

કરવામાં આવે. 

(3) સુધાર પછી ફસાદ ફેલાવામાં ન આવે એટલે કે અલ્લાહના હુકમની નાફરમાની કરી ફસાદ

ફેલાવવામાં ભાગ લેવામાં ન આવે.

(4) તેની સજાનો ડર દિલમાં હોય અને તેની દયાની ઉમ્મીદ પણ, 


આ રીતે દુઆ કરનારા સારા લોકો છે બેશક અલ્લાહની રહમત (દયા) તેમના નજદીક છે...


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92