સુરહ અલ્ અઅ્-રાફ 54

 PART:-478

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

    

      છ દિવસ માં કાયનાતની તખ્લીક

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 54 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِىۡ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسۡتَوٰى عَلَى الۡعَرۡشِ يُغۡشِى الَّيۡلَ النَّهَارَ يَطۡلُبُهٗ حَثِيۡثًا ۙ وَّالشَّمۡسَ وَالۡقَمَرَ وَالنُّجُوۡمَ مُسَخَّرٰتٍۢ بِاَمۡرِهٖ ؕ اَلَا لَـهُ الۡخَـلۡقُ وَالۡاَمۡرُ‌ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الۡعٰلَمِيۡنَ(54)


(54). બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા અને પછી અર્શ પર બિરાજમાન થઈ ગયો, તે રાત્રિને દિવસથી એવી રીતે છૂપાવી દે છે કે તે તરત જ તેની પાછળ લાગ્યો આવે છે, અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓને પેદા કર્યો કે તે તેના આધીન છે. સાંભળી લો તેની જ સૃષ્ટિ છે અને તેનો જ હુકમ છે સમગ્ર સૃષ્ટિનો રબ ઘણો જ બરકતવાળો છે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ છ દિવસ એટલે રવિવાર,સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર છે, શુક્રવારે હઝરત આદમ (અ.સ) ની તખ્લીક(બનાવવા) થઈ. હપ્તાવારો દિવસ શનિવારે કોઈ વસ્તુની તખ્લીક નથી થઈ એટલે તેને યવ્મુલ સબત કહે છે સબત નો અર્થ છે કાપવું, એટલે કે એ દિવસે તખ્લીક ના કામનો કાપ મુકાયો. અને આ દિવસો દુનિયા જેવા ન હોય શકે કારણકે દુનિયાના દિવસોનો સંબંધ સુર્ય, ચંદ્ર અને જમીનને આધારિત છે, બલ્કે આ દિવસો  કેવા હતા તે તો અલ્લાહ જ બહેતર જાણે છે, કારણકે  આકાશ અને ધરતીની તખ્લીક પછી સુર્ય અને ચંદ્ર ની તખ્લીક થઈ. અને જો અલ્લાહ ચાહે તો તે એક શબ્દ "كُنْ (કુન)" થી પણ સમગ્ર મખલૂક ની તખ્લીક કરી શકે છે અને અલ્લાહની હિકમત તો અલ્લાહ જ બહેતર જાણે છે.

 

(ઈસ્તેવા) નો અર્થ “ઉચ્ચ” અથવા “સ્થિર’ થવું અને સલફે કોઈ દુનિયાના ઉદાહરણ વગર અને કોઈ તુલના વગર આ જ મતલબ લીધો છે એટલે કે અલ્લાહ અર્શ ઉપર ઉચ્ચ અને સ્થિર છે પરંતુ કેવી રીતે અને કઈ હાલતમાં છે તેને આપણે વર્ણવી શક્તા નથી અને ન કોઈ પ્રકારની સરખામણી અથવા ઉદાહરણ રજૂ કરી શકીએ છીએ, 


નઈમ બીન હમ્માદનું કથન છે, "જેણે પણ અલ્લાહની સરખામણી અથવા દષ્ટાંત કોઈ સૃષ્ટિ સાથે આપ્યું તેણે પણ કુફ્ર કર્યુ’’ અને અલ્લાહના બારામાં તેની અથવા તેના રસૂલના જરીએ વર્ણન કરવામાં આવેલી વાતને કરવી એ દૃષ્ટાંત આપવું નથી. તેથી જે વાતો અલ્લાહ તઆલાના બારામાં શરીઅતમાં છે અને જેનું સમર્થન થાય છે તેના ઉપર વગર કોઈ દલીલ અથવા હાલત જાણ્યા વગર અને વગર દષ્ટાંતે ઈમાન રાખવું જરૂરી છે. (ઇબ્ને કસીર)


(હષીષન)નો અર્થ ઘણી જ તેજ ચાલથી અથવા એક પછી તરત જ બીજો આવી જાય, એટલે કે દિવસનો પ્રકાશ આવે છે તો રાત્રિનો અંધકાર તરત જ પૂરો થઈ જાય છે અને રાત્રિ આવે છે તો દિવસનો પ્રકાશ ખતમ થઈ જાય છે અને દૂર તથા નજીક અંધકાર છવાઈ જાય છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92