સુરહ અલ્ અઅ્-રાફ 50,51

PART:-476

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

      (૧). જહન્નમીઓની દરખ્વાસ્ત


(૨). ખેલ-તમાશાને જ પોતાનો દીન સમજે એવા લોકો

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 50,51 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَنَادٰٓى اَصۡحٰبُ النَّارِ اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ اَفِيۡضُوۡا عَلَيۡنَا مِنَ الۡمَآءِ اَوۡ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ‌ؕ قَالُـوۡۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الۡـكٰفِرِيۡنَ(50)


(50). અને જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને પોકારશે કે અમારા ઉપર થોડું પાણી નાખી દો અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડુંક આપો, તેઓ કહેશે, “અલ્લાહે આ બંને વસ્તુઓ કાફિરો માટે હરામ કરી દીધી છે.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


"જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને" એટલે કે જહન્નમી લોકોના દુનિયામાં જે હમદર્દ હતાં મુરાદ આનાથી રીશ્તેદાર,દોસ્ત હોય શકે, કે જ્યારે જહન્નમી આગમાં સળગતા હશે તો તેમની પાસે પાણી માગશે તો જન્નતી જવાબ આપશે આવી વસ્તુઓ જહન્નમીઓ માટે અલ્લાહે હરામ કરી છે લિહાજા આ વસ્તુ આપીને અલ્લાહની નાફરમાની કરીને અમારે ગુન્હેગાર નથી બનવું.


જેવી રીતે આની પહેલાં વર્ણન આવી ગયું કે ખાવાપીવાની વસ્તુઓ કયામતના દિવસે ફક્ત એહલે ઈમાનવાળાઓ માટે જ હશે- સુરહ અઅ્-રાફ આયત નં ૩૨

=======================


الَّذِيۡنَ اتَّخَذُوۡا دِيۡنَهُمۡ لَهۡوًا وَّلَعِبًا وَّغَرَّتۡهُمُ الۡحَيٰوةُ الدُّنۡيَا‌‌ ۚ فَالۡيَوۡمَ نَنۡسٰٮهُمۡ كَمَا نَسُوۡا لِقَآءَ يَوۡمِهِمۡ هٰذَا ۙ وَمَا كَانُوۡا بِاٰيٰتِنَا يَجۡحَدُوۡنَ‏(51)


(51). જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી દીધો અને દુનિયાની જિંદગીએ જેમને ફોસલાવી દીધા, એટલા માટે આજે અમે તેમને ભૂલી જઈશું, જેવી રીતે તેઓ આ દિવસને ભૂલી ગયા અને અમારી આયતોનો ઈન્કાર કરતા રહ્યા.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


હદીસમાં આવે છે કે કયામતના દિવસે અલ્લાહ એવા લોકો ને પુછશે કે "શું મેં તને દુનિયામાં પત્ની, ઔલાદ આપી ન હતી? તને ઈઝ્ઝત, સોહરત, દૌલતથી નવાજ્યો ન હતો? શું ઊટ, અને ધોડા તારા તાબેઅ ન કર્યા? અને શું તુ સરદારી કરતો લોકો પાસેથી પુંજી વસૂલ ન કરતો? તે કેહશે કેમ નહીં? યા અલ્લાહ તારી બધી વાત સાચી છે. પછી અલ્લાહ કહેશે શું તુ મારી સાથેની મુલાકાતનો યકીન રાખતો હતો? તે જવાબ આપશે "ના" પછી અલ્લાહ કહેશે "જેવી રીતે તું મને ભુલતો ગયો હતો આજે હું તને ભુલી ગયો" (સહીહ મુસ્લિમ કિતાબુઝ ઝુહદ) 


કુરઆનની આ આયતથી માલૂમ થાય છે કે દીનને લહાવો-લઈબ (ખેલ-તમાશો) બનાવવાળા તે લોકો જ હોય છે જેમને દુનિયાની જીંદગી ફોસલાવી દે છે આવા લોકોના દિલમાં આખિરતની ફિક્ર અને અલ્લાહનો ડર નીકળી જાય છે એટલા માટે તેઓ દીન માં પોતાની તરફથી જે મન ચાહે તે વધારો કરે છે અને જે દીનના હિસ્સાને ચાહે તેને છોડી દે છે અથવા ધટાડી દે છે કે પછી ખેલ-કૂદનો રંગ આપી દે છે, અને દીન માં બિદઅત નો વધારો કરતાં જાય છે અને તેને જ વધારે એહમિયત આપે છે ( જેવી રીતે કે એહલે બિદઅતની આદતો છે) આ બહુ મોટો જુર્મ છે જેનાથી દીન ફક્ત ખેલ-કૂદ બનીને રહી જાય છે અને અસલ એહકામ વ ફરાઈઝ પર અમલ ની એહમિયત ખતમ થઈ જાય છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92