સુરહ અલ્ અઅ્-રાફ 48,49

 PART:-475

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

અઅ્-રાફવાળાઓ અને જહન્નમીઓની વાતચીત

  

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 48,49 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَنَادٰٓى اَصۡحٰبُ الۡاَعۡرَافِ رِجَالًا يَّعۡرِفُوۡنَهُمۡ بِسِيۡمٰٮهُمۡ قَالُوۡا مَاۤ اَغۡنٰى عَنۡكُمۡ جَمۡعُكُمۡ وَمَا كُنۡتُمۡ تَسۡتَكۡبِرُوۡنَ‏(48)


(48). અને અઅ્-રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની , ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યો.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ લોકો જહન્નમીઓ હશે જેને અઅ્-રાફવાળા તેમની નિશાનીઓ થી ઓળખીને કહેશે કે તમને તમારી સરદારી, તમારુ સંગઠન, તમારો જથ્થો અને તમારી તાકાત વ ધમંડ જે તમે કરતાં હતાં તેને યાદ તો કરો, "તે તમારા કામમાં ન આવ્યું?"

=======================


اَهٰٓؤُلَۤاءِ الَّذِيۡنَ اَقۡسَمۡتُمۡ لَا يَنَالُهُمُ اللّٰهُ بِرَحۡمَةٍ ‌ؕ اُدۡخُلُوا الۡجَـنَّةَ لَا خَوۡفٌ عَلَيۡكُمۡ وَلَاۤ اَنۡتُمۡ تَحۡزَنُوۡنَ(49)


(49). શું આ તે લોકો છે જેમના વિષે તમે ભારપૂર્વક સોગંદ ખાઈ રહ્યા હતા કે આ (જન્નતીઓ) પર અલ્લાહની કૃપા નહિ થાય? (તેમને કહેવામાં આવશે) કે, “જન્નતમાં દાખલ થઈ જાઓ, તમારા પર ન કોઈ ડર હશે અને ન તમે ગમગીન હશો.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આનાથી આશય ઈમાનવાળાઓ છે જેઓ દુનિયામાં ગરીબ, કંગાળ, મજબૂર અને અશક્ત લોકો હતા, જેમનો ઘમંડી લોકો મજાક ઉડાવતા હતા અને કહેતા હતા કે જો તેઓ અલ્લાહના પ્યારા હોત તો દુનિયામાં તેમની આવી હાલત હોત?


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92