સુરહ અલ્ અઅ્-રાફ 28,29,30

 PART:-466

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


  કાફીરોની બેહયાઈ અને તેની નિસ્બત અલ્લાહ તરફ કરવી

    

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 28,29,30 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَاِذَا فَعَلُوۡا فَاحِشَةً قَالُوۡا وَجَدۡنَا عَلَيۡهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا‌ ؕ قُلۡ اِنَّ اللّٰهَ لَا يَاۡمُرُ بِالۡفَحۡشَآءِ‌ ؕ اَتَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(28)


(28). અને તેઓ જ્યારે કોઈ બૂરાઈ કરે છે તો કહે છે કે "અમે અમારા બાપ-દાદાને આવું જ કરતા જોયાં અને અલ્લાહે જ અમને આનો હુકમ આપ્યો છે.” તમે કહી દો કે, “અલ્લાહ બૂરાઈનો હુકમ નથી આપતો, શું તમે અલ્લાહ પર એવી વાત કહો છો જેને તમે નથી જાણતા.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


મક્કા ના મુશરિકો બયતુલ્લલાહ નો નગ્ન હાલતમાં તવાફ કરતાં હતાં અને કહેતા કે અમે અમારા બાપ-દાદાઓને આવું કરતા જોયા છે અને બીજું બહાનું એ હતું કે અલ્લાહે આવું કરવાનું કહ્યું છે.


જેના જવાબમાં અલ્લાહ કહે છે કે તમે એવી વાત કેવી રીતે કરી શકો? જે અલ્લાહે કહી જ નથી તમે તો ફક્ત જુઠો આરોપ લગાવો છો, અલ્લાહ ક્યારેય બેહયાઈનો હુકમ નથી આપતો.


આ આયત એ લોકો તરફ પણ ઈશારો કરે છે જે મુકલ્લિદીન છે. જેઓ આબા પરસ્તી, પીર પરસ્તી માં  માને છે. જ્યારે પણ તેમને હક વાત કહેવામાં આવે છે ત્યારે તેના મુકાબલામાં આ જ ઉઝ્ર (બહાનું) કાઢે છે કે અમે અમારા બુઝુર્ગો (બાપ-દાદાઓ) ને આવું કરતા જોયા છે અને અમારા ઈમામ અને પીરે આવો જ હુકમ આપ્યો છે. આ એ જ ખસલત છે જેના કારણે યહુદી યહુદીયત પર, નસરાની નસરાનિયત પર અને બિદઅતી બિદઅતો પર કાયમ છે. (ફત્હુલ કદીર) 

=======================


قُلۡ اَمَرَ رَبِّىۡ بِالۡقِسۡطِ‌ وَاَقِيۡمُوۡا وُجُوۡهَكُمۡ عِنۡدَ كُلِّ مَسۡجِدٍ وَّادۡعُوۡهُ مُخۡلِصِيۡنَ لَـهُ الدِّيۡنَ ؕ كَمَا بَدَاَكُمۡ تَعُوۡدُوۡنَؕ(29)


(29). તમે (રસૂલ) કહી દો કે, “મારા રબે મને ન્યાયનો હુકમ આપ્યો છે,અને દરેક સિજદા વખતે પોતાના ચહેરાને સીધી દિશામાં કરી લો અને તેના (અલ્લાહના) માટે ધર્મને ખાલિસ (વિશિષ્ટ) કરીને તેને પોકારો, તેણે જેવી રીતે તમને શરૂઆતમાં પેદા કર્યા એવી રીતે ફરીથી પૈદા થશો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


ન્યાયનો મતલબ કેટલાકે ( لَا اِلٰہَ اِلَّا اللّٰہُ) એટલે કે તૌહીદ (એકેશ્વરવાદ) લીધો છે.


"સિજદા વખતે પોતાના ચહેરાને સીધી દિશામા" એટલે કે ઈમામ શવકાની એ આનો મતલબ દરેક નમાઝ વખતે પોતાનો રૂખ કિબ્લા તરફ કરી લો ચાહે કોઈ પણ મસ્જીદ માં હોય તેઓ કાઢયો છે. 


અલ્લાહ માટે ધર્મ ને ખાલિસ કરી લો અને દરેક અમલને કબુલ થવામાં એ જરૂરી છે કે તે શરિઅતના પ્રમાણે જ હોય અને બીજું કે ખાલિસ રઝાએ ઈલાહી માટે જ હોય‌.

=======================


فَرِيۡقًا هَدٰى وَ فَرِيۡقًا حَقَّ عَلَيۡهِمُ الضَّلٰلَةُ ‌ ؕ اِنَّهُمُ اتَّخَذُوا الشَّيٰطِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ اللّٰهِ وَيَحۡسَبُوۡنَ اَنَّهُمۡ مُّهۡتَدُوۡنَ(30)


(30). અને તેણે (અલ્લાહે) કેટલાકને હિદાયત આપી અને કેટલાક ગુમરાહીના હકદાર બની ગયા. તેમણે અલ્લાહના સિવાય શેતાનોને પોતાના દોસ્ત બનાવી લીધા, અને તેઓ સમજે છે કે પોતે હિદાયત ઉપર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92