સુરહ અલ્ અઅ્-રાફ 26,27

 PART:-465

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    (૧). પરહેઝગારી નો પોશાક*      

                     

  (૨). શેતાની બહકાવા અને ફરેબથી*

           *પોતાની હિફાઝત કરો*

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 26,27 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


يٰبَنِىۡۤ اٰدَمَ قَدۡ اَنۡزَلۡنَا عَلَيۡكُمۡ لِبَاسًا يُّوَارِىۡ سَوۡاٰتِكُمۡ وَرِيۡشًا‌ ؕ وَلِبَاسُ التَّقۡوٰى ۙ ذٰ لِكَ خَيۡرٌ‌ ؕ ذٰ لِكَ مِنۡ اٰيٰتِ اللّٰهِ لَعَلَّهُمۡ يَذَّكَّرُوۡنَ(26)


(26). “હે આદમની સંતાન! અમે તમને એવો પોશાક પ્રદાન કર્યો જે તમારી શર્મગાહોને ઢાંકે અને શોભા આપે અને પરહેઝગારીનો પોશાક જ સૌથી શ્રેષ્ઠ છે. આ અલ્લાહની નિશાની છે જેથી લોકો આમાંથી બોધપાઠ લે.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••

શબ્દ (سَوۡاٰتِ) શરીરના તે ભાગો છે જેને ઢાંકવા જરૂરી છે, જેમકે શર્મગાહ, અને (رِيۡشًا‌) તે કાપડ છે જે શોભા અને ખૂબસૂરતી માટે પહેરવામાં આવે. મતલબ પ્રથમ કાપડ જરૂરી છે જયારે બીજું શોભા માટે હોય છે. અલ્લાહે આ બંને પ્રકારના કાપડ પેદા કર્યા.


=======================


يٰبَنِىۡۤ اٰدَمَ لَا يَفۡتِنَـنَّكُمُ الشَّيۡطٰنُ كَمَاۤ اَخۡرَجَ اَبَوَيۡكُمۡ مِّنَ الۡجَـنَّةِ يَنۡزِعُ عَنۡهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوۡءاٰتِهِمَا ؕ اِنَّهٗ يَرٰٮكُمۡ هُوَ وَقَبِيۡلُهٗ مِنۡ حَيۡثُ لَا تَرَوۡنَهُمۡ‌ ؕ اِنَّا جَعَلۡنَا الشَّيٰطِيۡنَ اَوۡلِيَآءَ لِلَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ(27)

27). “હે આદમની સંતાન! તમને શેતાન બહેકાવી ન દે જેવી રીતે તમારા માતા-પિતાને જન્નતમાંથી કઢાવ્યા હતા અને તેમના પોશાક ઉતરાવી દીધા હતા. જેથી તેમને તેમની શર્મગાહો દેખાડે, બેશક તે અને તેની જાતિ તમને એવી જગ્યાએથી જુએ છે કે તમે તેમને જોઈ નથી શકતા, અમે શેતાનોને તે લોકોના દોસ્ત બનાવી દીધા જેઓ ઈમાન નથી ધરાવતા.

તફસીર(સમજૂતી):-•

•••••••••••••••••••••••

આમાં ઈમાનવાળાઓને શેતાન અને તેના ચેલાઓથી હોંશિયાર કરવામાં આવ્યા છે કે ક્યાંક તમારી લાપરવાહી અને સુસ્તીથી ફાયદો ઉઠાવીને તમને પણ તે રીતે અજમાયશમાં અને બૂરા માર્ગ પર ન નાખી દે જેવી રીતે તમારા માતા-પિતા (આદમ અને હવ્વા)ને તેણે જન્નતમાંથી કઢાવ્યા અને જન્નતના કપડા ઉતરાવી દીધા, ખાસ કરીને શેતાન દેખાતો પણ નથી એટલે તેનાથી બચવા માટે વધારે ચિંતા હોવી જોઈએ.

એટલે કે જેમાં ઈમાન નથી તેઓ જ તેના દોસ્ત છે અને ખાસ કરીને તેના શિકાર થાય છે. અને ઈમાનવાળાઓ ઉપર પણ નજર રાખે છે, બીજુ કશું નહિ તો છૂપુ શિર્ક (દેખાડવાના નેક કામો) અને ખુલા શિર્કમાં ફસાવી દે છે, આ રીતે તેને ઈમાનથી વંચિત કરી દે છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92