સુરહ અલ્ અઅ્-રાફ 24,25

 PART:-464

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

      જમીન તરફ ઉતારવામાં આવે છે.

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08]

   [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]

   [ આયત નં.:- 24,25]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


قَالَ اهۡبِطُوۡا بَعۡضُكُمۡ لِبَـعۡضٍ عَدُوٌّ‌ ۚ وَلَـكُمۡ فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيۡنٍ‏(24)


(24). (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આદમ(અ.સ) અને શેતાનને કેહવાય છે કે નીચે ઉતરો એટલે કે જમીન પર ઉતરો અને તમે બન્ને એકબીજાના દુશ્મન છો, આ હુકમ માં હવ્વા (અ.સ.) પણ આવી જાય છે કારણકે હવ્વા આદમ(અ.સ.)ના બાજુ હતા એટલે તેમને અલગ હુકમ નથી આપવામાં આવ્યો, (સુરહ તાહા:-૧૨૩)


જમીનમાં કંઈ ઉતર્યા એ બધી ઈસરાઈલી રિવાયતો છે એટલાં માટે તેમના પર ભરોસો ન કરાય અને બહેતર જાણનાર અલ્લાહ જ છે. (ઇબ્ને કસીર)

=======================


قَالَ فِيۡهَا تَحۡيَوۡنَ وَفِيۡهَا تَمُوۡتُوۡنَ وَمِنۡهَا تُخۡرَجُوۡنَ(25)


(25). ફરમાવ્યું કે, “તમે તેમાં જ જિંદગી પસાર કરશો અને તેમાં જ મૃત્યુ પામશો અને તેમાંથી જ કાઢવામાં આવશો.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


એટલે કે જમીન પર જીવશો જમીન પર મરશો અને મર્યા પછી જમીનમાં દફન થશો અને કયામતના દિવસે જમીનમાંથી જ ઉભા થશો.


કેહવામા આવે છે કે બની આદમ(સમગ્ર માનવજાત) માટીમાંથી પૈદા થઈ, માટી ઉપર રહેશે અને મુકર્રર સમય સુધી ફાયદો ઉઠાવશે પછી માટી ઉપર મરશે અને માટીમાં દફન થશે અને કયામતના દિવસે માટીમાંથી કાઢવામાં આવશે પછી તેમનો હિસાબ-કિતાબ કરવામાં આવશે.(ઇબ્ને કસીર) 

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92