સુરહ અલ્ અઅ્-રાફ 22,23

 PART:-463

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

  પ્રતિબંધિત વૃક્ષના ઉપયોગની અસર અને         આદમ (અ.સ.) ની તૌબા

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08]

   [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]

   [ આયત નં.:- 22,23]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

*=======================*


فَدَلّٰٮهُمَا بِغُرُوۡرٍ‌ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتۡ لَهُمَا سَوۡءٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفٰنِ عَلَيۡهِمَا مِنۡ وَّرَقِ الۡجَـنَّةِ‌ ؕ وَنَادٰٮهُمَا رَبُّهُمَاۤ اَلَمۡ اَنۡهَكُمَا عَنۡ تِلۡكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّـكُمَاۤ اِنَّ الشَّيۡطٰنَ لَـكُمَا عَدُوٌّ مُّبِيۡنٌ(22)


(22). આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે તેમની શર્મગાહો જાહેર થઈ ગઈ, અને તેઓ પોતાના ઉપ૨ જન્નતના પાંદડાઓ ચિપકાવવા લાગ્યા અને તેમના રબે બંનેને પોકાર્યા, “શું મેં તમને બંનેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને તમને નહોતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો દુશ્મન છે?"


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


"ધોખા થી નીચે લાવ્યો" એટલે કે ઉચા મુકામ પરથી નીચે વૃક્ષની જગ્યા પર લાવ્યો.


"શર્મગાહો જાહેર થઈ ગઈ" એટલે કે જેવો તે વૃક્ષના ફળનો સ્વાદ ચાખ્યો કે તેની અસરથી જન્નતી લિબાસ ઉતરી પડયો, અને શર્મ ના લીધે જન્નતના વૃક્ષના પાડદાઓ પોતાના શરીર પર ચીપકાવવા લાગ્યા.


"શેતાન તમારો ખુલ્લો દુશ્મન છે" એટલે કે આ ચેતવણી પછી પણ તમે શેતાનના વસવસાના શિકાર થઈ ગયા, આનાથી માલુમ થયું કે શેતાનની જાળ પણ ઘણી ખૂબસૂરત હોય છે અને તેનાથી બચવા માટે ખૂબ કોશિશ કરવી જોઈએ અને દરેક વખતે હોંશિયાર રહેવાની જરૂર છે.

=======================


قَالَا رَبَّنَا ظَلَمۡنَاۤ اَنۡفُسَنَا وَاِنۡ لَّمۡ تَغۡفِرۡ لَـنَا وَتَرۡحَمۡنَا لَـنَكُوۡنَنَّ مِنَ الۡخٰسِرِيۡنَ(23)


(23). બંનેએ કહ્યું, “અમારા રબ! અમે અમારા ઉપર જુલમ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા ઉપર દયા નહિં કરે તો અમે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ જઈશું.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


તૌબા અને ઈસ્તિગફાર ના કેટલાક કલમા આદમ(અ.સ.) એ અલ્લાહ પાસે શીખ્યા જેનુ બયાન સુરહ બકરહ આયત નં (૩૭) માં આવી ગયું


શેતાને અલ્લાહની નાફરમાની કરીને ખોટી દલીલ અને જીદ અને ઘમંડ કર્યું તો તે દરબારે ઈલાહીથી બેઇજ્જત થઈને કાઢી મૂકવામાં આવ્યો જ્યારે આદમ (અ.સ) એ પોતાની ભુલ સ્વીકારી અને તૌબા કરી અને ખૂબ આજીજી સાથે અલ્લાહની માફી માંગી તો અલ્લાહની રહેમત ના હકદાર થયાં 


એટલે કે બન્ને રસ્તાઓ ની નિશાની જાહેર થઈ શેતાની રસ્તા ની પણ અને અલ્લાહવાળાઓના રસ્તાની પણ, ગુનાહ કરીને તેના પર ઈતરાવવુ અથવા ખોટી દલીલો કરીને પોતાને ઉચ્ચ બતાવવો એ શેતાની રસ્તો છે. અને ગુનાહ પછી તેના પર પછતાવવુ અને માફી માંગીને બારગાહે ઈલાહી માં ઝુકી જવું અને ફરી ગુનાહ કરવાથી બચી જવું તે અલ્લાહવાળાઓ નો રસ્તો છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92