સુરહ અલ્ અન્-આમ 99,100

 PART:-428


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      અલ્લાહની જબરજસ્ત નેઅમતો

                                 

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-99,100


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡۤ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً‌ ۚ فَاَخۡرَجۡنَا بِهٖ نَبَاتَ كُلِّ شَىۡءٍ فَاَخۡرَجۡنَا مِنۡهُ خَضِرًا نُّخۡرِجُ مِنۡهُ حَبًّا مُّتَرَاكِبًا‌ ۚ وَمِنَ النَّخۡلِ مِنۡ طَلۡعِهَا قِنۡوَانٌ دَانِيَةٌ وَّجَنّٰتٍ مِّنۡ اَعۡنَابٍ وَّالزَّيۡتُوۡنَ وَالرُّمَّانَ مُشۡتَبِهًا وَّغَيۡرَ مُتَشَابِهٍ‌ ؕ اُنْظُرُوۡۤا اِلٰى ثَمَرِهٖۤ اِذَاۤ اَثۡمَرَ وَيَنۡعِهٖ ؕ اِنَّ فِىۡ ذٰ لِكُمۡ لَاٰيٰتٍ لِّقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ(99)


(99). અને તે જ છે જેણે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, પછી તેના વડે દરેક પ્રકારની વનસ્પતિ ઉગાડી, પછી તેનાથી હરિયાળી નીકાળી જેમાંથી અમે ગૂંથેલ અનાજ અને ખજૂરની ડાળીઓમાંથી લટકતા ફળોના ઝૂમખા અને દ્રાક્ષ અને જૈતુન અને અનારના બાગ ઉગાડ્યા, જે એક પ્રકારના અને અનેક પ્રકારના હોય છે, તેમના ફળોને જુઓ જયારે તેમાં ફળ આવે અને તેમનું પાકવું, બેશક આમાં તે લોકો માટે નિશાનીઓ છે જેઓ ઈમાન ધરાવે છે.


તફસીર(સમજુતી):-


અહીં અલ્લાહની જબરજસ્ત કારીગરી બયાન કરવામાં આવે છે એટલે કે વરસાદ નું પાણી જેનાથી દરેક પ્રકારની વનસ્પતિઓ ઉગે છે


હરિયાળી એટલે કે જે જમીનમાં દાણા અથવા બીજ ની શકલમા દાબવામા આવે છે પછી અલ્લાહ તેને જમીન ઉપર ઝાડ અથવા શાખાઓ તરીકે ઝાહિર કરે છે. અને તેમાંથી જુદા જુદા અનાજ નીકળે છે.


"એક પ્રકારના અને અનેક પ્રકારના" એટલે કે તેમના પાંદડા એકબીજાથી મીલતા જુલતા અને ફળ અલગ અલગ હોય છે અથવા ફળોની શકલ એકજેવી હોય પરંતુ સ્વાદમાં અલગ અલગ હોય છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَجَعَلُوۡا لِلّٰهِ شُرَكَآءَ الۡجِنَّ وَخَلَقَهُمۡ‌ وَخَرَقُوۡا لَهٗ بَنِيۡنَ وَبَنٰتٍۢ بِغَيۡرِ عِلۡمٍ‌ؕ سُبۡحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يَصِفُوۡنَ(100)


(100). અને લોકોએ જિન્નાતોને અલ્લાહના ભાગીદાર ઠેરવી દીધા છે, જ્યારે કે અલ્લાહે જ તેમને પેદા કર્યા છે, અને તેના (અલ્લાહ) માટે પુત્રો અને પુત્રીઓ ઉપજાવી કાઢી વગર કોઈ ઈલ્મના, તે (અલ્લાહ) તેમના વર્ણન કરેલ ગુણોથી પવિત્ર (અને સારો) છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92