સુરહ અલ્ અન્-આમ 91,92

 PART:-424

           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  અલ્લાહના રસૂલ અને તેની કિતાબોનો

       ઈનકાર કરનારાઓને ખિતાબ                           

=======================           

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-91,92

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدۡرِهٖۤ اِذۡ قَالُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنۡ شَىۡءٍ ؕ قُلۡ مَنۡ اَنۡزَلَ الۡـكِتٰبَ الَّذِىۡ جَآءَ بِهٖ مُوۡسٰى نُوۡرًا وَّ هُدًى لِّلنَّاسِ‌ تَجۡعَلُوۡنَهٗ قَرَاطِيۡسَ تُبۡدُوۡنَهَا وَتُخۡفُوۡنَ كَثِيۡرًا‌ ۚ وَعُلِّمۡتُمۡ مَّا لَمۡ تَعۡلَمُوۡۤا اَنۡتُمۡ وَلَاۤ اٰبَآؤُكُمۡ‌ؕ قُلِ اللّٰهُ‌ۙ ثُمَّ ذَرۡهُمۡ فِىۡ خَوۡضِهِمۡ يَلۡعَبُوۡنَ(91)

(91). અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી, જ્યારે તેઓએ આવું કહ્યું કે, “અલ્લાહે કોઈ મનુષ્ય પર કશું નથી ઉતાર્યું.” તમે કહી દો કે, “મૂસા જે કિતાબ તમારા પાસે લાવ્યા જે લોકો માટે નૂર અને હિદાયત છે તેને કોણે ઉતારી જેને તમે અલગ અલગ કાગળમાં રાખો છો, જેમાંથી થોડું જાહેર કરો છો અને વધારે પડતુ છૂપાવો છો અને તમને તે ઈલ્મ આપવામાં આવ્યું જેને તમે અને તમારા બાપદાદા જાણતા ન હતા.” - બસ તમે એટલું કહી દો કે અલ્લાહ! પછી તેમને તેમની દલીલબાજીઓમાં રમતા છોડી દો.

તફસીર(સમજુતી):-

આયતની તફસીર મુજબ હવે યહુદિઓને સંબોધિત કરીને કહેવામાં આવી રહ્યું છે કે તમે આ કિતાબ(તૌરાત)ને જુદા જુદા પાનાઓમાં રાખો છો, તેમાંથી જેને ચાહો છો જાહેર કરો છો અને જેને ચાહો છો તેને છૂપાવો છો, જેમ કે પથ્થરોથી મારીને સજા આપવાનો કાનૂન તથા નબી (ﷺ)ના સદ્-ગુણોની વાત.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

وَهٰذَا كِتٰبٌ اَنۡزَلۡنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِىۡ بَيۡنَ يَدَيۡهِ وَلِتُنۡذِرَ اُمَّ الۡقُرٰى وَمَنۡ حَوۡلَهَا‌ ؕ وَالَّذِيۡنَ يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ يُؤۡمِنُوۡنَ بِهٖ‌ وَهُمۡ عَلٰى صَلَاتِهِمۡ يُحَافِظُوۡنَ(92)

(92). અને આ પણ એક મુબારક કિતાબ છે, જેને અમે ઉતારી છે, પોતાનાથી પહેલાના (ધર્મગ્રંથો)નું સમર્થન કરે છે, જેથી તમે અસલ વસ્તી (મક્કા) અને તેની આસપાસ(ના શહેરો એટલે કે પૂરી દુનિયા)ને બાખબર કરો, અને જે લોકો આખિરત પર ઈમાન રાખે છે તે જ લોકો તેને માનશે અને તેઓ પોતાની નમાઝોની સુરક્ષા કરશે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92